વિશ્વમાં ૮૬,૦૦૦થી વધુ પક્ષીઓની જાતિ વસે છે
ર૦૬૧ જાતિઓ ભારત ખંડમાં જાેવા મળે છે, પક્ષીઓ શિયાળો ગાળવા, કેટલાંક સંવનન કરવા આવે છે
આપણે ત્યાં વિમાનોને એક દેશમાંથી બીજા દેશમાં ઉડવા માટે કદાચ નિયમો કાયદાઓ નડતા હશે પણ પક્ષીઓને કોઈ દેશની સરહદ નડતી નથી હોતી. તેઓ તેમની અનુકુળતાએ એક દેશમાંથી બીજા દેશમાં ભ્રમણ કરતા હોય છે. હજારો કિ.મી.નું અંતર કાપીને આ પક્ષીઓ તેમના પસંદગીના અને અનુકુળ સ્થળે જતા-આવતા હોય છે. લાખો માઈલનો વિદેશ પ્રવાસ કરતા યાયાવર પંખીઓ જરા પણ થાકતા નથી એ તો નવાઈ જેવું જ છે.
પક્ષીઓ પણ ગજબની યાદશક્તિ ધરાવે છે. શિયાળા દરમિયાન તેઓ વિશ્વનાં જુદાં જુદાં સ્થળોએથી માઈલો દૂર પ્રવાસ કરીને આપણા નળ સરોવર, નારાયણ સરોવર વગેરે વિસ્તારોમાં રોકાણ કરવા આવે છે. કેટલાંક પક્ષીઓ કાયમી રોકાણ પણ કરી લે છે. વિદેશી પક્ષીઓના પ્રવાસની નેવિગેશના સિસ્ટમ ખરેખર અચંબિત કરી મુકે એવી છે.
દર વર્ષે પ્રવાસી પક્ષીઓનું એક જૂથ હજારો માઈલ ઉડીને ભારત આવે છે. વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ વિશ્વભરના લોકોને રક્ષણ, ખોરાક અને રહેઠાણ માટે સ્થળાંતર પક્ષીઓની જરૂરિયાતોથી વાકેફ કરવા માટે ઉજવવામાં આવે છે. સ્થળાંતર પક્ષીઓ એક દેશથી બીજા દેશમાં જાય છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ હંમેશા ખોરાક, સંવર્ધન અને રહેઠાણ માટે અનુકૂળ વાતાવરણની શોધમાં હોય છે. ભારતમાં શિયાળાની સીઝનની શરૂઆત સાથે સાઈબેરીયન પક્ષીઓ આવવાનું શરૂ કરે છે. સાઈબેરીયન પક્ષીઓમાં સ્ટોર્કના નામથી દરેક ભારતીય પરિચિત છે. વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ વર્ષોમાં બે વાર ઉજવવામાં આવે છે.
યુરોપ, સાઈબીરિયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના તળાવોમાં આવતા યાયાવર પક્ષીઓ પાસે કુદરતી દિશાસૂઝ હોય છે. તેમના રહેણાક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી હિમવર્ષાના કારણે તેઓને ભોજન મેળવવા માટે તથા પ્રજનન કરવા માટે હજારો માઈલનું અંતર કાપવું પડે છે. દર વર્ષી તેમની આ ક્રિયા સહજ જણાય છે પરંતુ તે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બની ગયો હતો. યુરોપ અને સાઈબિરિયા જેવા ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાત સુધી પહોંચી જતા આ પક્ષીઓ ઉનાળો આવતા જ પોતાના પ્રદેશમાં પરત ચાલ્યા જાય છે. આ પક્ષીઓને સાત સમુંદર પાર કરવા માટે દિશા કેવી રીતે મળતી હશે, તે સંશોધનનો વિષય છે.
પરંતુ જાણકારોનું માનવું છે કે, કદાચ તેઓ મેગ્રેટિક ફિલ્ડ અથવા નેવિગેશન ફિલ્ડના લીધે દિશાસૂઝ મેળવવામાં સક્ષમ છે. જાેકે કારણ કોઈ પણ હોય યાયાવર પક્ષીઓમાં દિશા ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે અને તેથી જ તેઓ દર વર્ષે એક દેશમાંથી બીજા દેશમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે. ગગનને પાંખમાં લઈને ઉડનારા પક્ષીઓને વિશ્વપ્રવાસી પંખી કહ્યાં છે એમાં જરાય અતિશયોક્તિ નથી. માઈલોના માઈલો સુધી એક દેશથી બીજા દેશ સુધી એકધારું, વણથંભ્ય ઉથન કરનારા પંખીઓની પ્રવાસયાત્રાનું વિજ્ઞાન અને તેનો ઈતિહાસ પણ ગજબના છે. એક ગણતરી અનુસાર વિશ્વમાં ૮૬,૦૦૦થી વધુ પક્ષીઓની જાતિ વસેલી છે.
તેમાંથી ર૦૬૧ જાતિઓ ભારત ખંડમાં જાેવા મળે છે તે પૈકી ૩પ૦ જેટલી જાતિઓ વિદેશમાંથી ઋતુ પ્રમાણે આવે છે અને જાય છે. પંખીઓની યાત્રાનું બીજ તો પ્રાગૈતિહાસિક કાળના હિમયુગમાં રહેલું છે. એ વખતે જે સ્થળે હિમ સંપાતોનો આરંભ થતાં જ ત્યાં રહેનારા ગરમ લોહીવાળા પંખીઓને ફરજિયાત સ્વસ્થાનનો ત્યાગ કરવો પડતો હશે અને હિમકાળ પૂરો થતાં સ્વસ્થાને પાછા ફરતાં હશે. જાેકે આ કારણબુદ્ધિગમ્ય નથી કારણ કે હિમયુગના ફેરફારો હજારો વર્ષથી ચાલનારા હતા.
પક્ષીઓ સ્થળાંતર કેમ કરે છે ? ઃ આપણે ત્યાં ગુજરાતમાં નળ સરોવર, ખીજડિયા અને ખંભાળા તળાવો પર સાઈબીરિયા અને રશિયાના બીજા પ્રદેશો, તિબેટ, ચીન, લદ્દાખ વગેરે પ્રદેશોમાંથી હજારો પક્ષીઓ શિયાળ ગાળવા આવે છે કેટલાંક વંશવૃદ્ધિ કરવા, કેટલાંક સંવનન કરવા, તો કેટલાંક પંખીઓ માળા બાંધી બચ્ચાં ઉછેરવા આવે છે. આવા પક્ષીઓને યાયાવર (માઈગ્રેટેડ) પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
આપણા વૈજ્ઞાનિકોના મતે પક્ષીઓમાં સ્થળાંતર માટે સૂર્યપ્રકાશમાં થતી વધઘટ પણ કારણરૂપ છે. ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો થતાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પક્ષીઓ દક્ષિણ તરફ પ્રયાસ શરૂ કરે છે અને દિવસ મોટો થતાં વસંતઋતુમાં પુનઃ પાછા વતનમાં ફરે છે. જેમ દિવસ ટૂંકાય છે તેમ પંખી નિક્રિય શાંત અને નિસચેત બની જાય છે. દિવસના વધવાથી એનામાં ચપળતા, ઉમંગ જાગે છે. એની અંતઃસ્ત્રાવ કરનારી પ્રજનની ગ્રંથિવિકસવા માંડે છે અમુક ક્ષણ એ ચેતનાનાો અતિરેક થાય ત્યારે વિવશ બનીને પંખી પરિભ્રમણ કરવા તત્પર બને છે.
આ ચેતન પરાકાષ્ઠાએ પહોંચતા પંખીનો ઉત્સાહ ઓસરવા માંડે છે અને પુનઃ શીતકાલ આવતા એ પાછું અસલ સ્થિતિમાં આવી શાંત બની જાય છે પંખીઓ ઠંડા પ્રદેશો છોડીને હુંફાળા ગરમ પ્રદેશોમાં ચાલ્યા આવે છે. તેનું મૂળ કારણ ઠંડા પ્રદેશોમાં ખોરાક મળવો મુશ્કેલ બની જાય છે. શિયાળા પહેલાં જ ફળ, ફુલ ખરી પડે છે, અને જીવડા ઓછા થઈ જાય છે. યુરોપ અને ઉત્તર એશિયાની શિયાળુ ઠંડી સહન નકરી શકવાથી ભારત તરફ ઉડી આવે છે.
પક્ષીઓનું અદ્ભુત દિશાજ્ઞાન ઃ આ પક્ષીઓ એકધાર્યું હજારો માઈલ સુધી કેવી રીતે ઉડતાં હશે ? તેમને દિશા સ્થાન કોણ બતાવતું હશે ? રસ્તો કેમ ભુલી જતાં નહીં હોય ? રસ્તામં આવતો દરિયો, વાવાઝોડું, દરિયાઈ તોફાનો, પવનના ઝપાટા વગેરેનો સામનો કેવી રીતે કરતાં હશે ? આ બધા પ્રશ્રો પણ વૈજ્ઞાનિકોને સતાવતા રહ્યા છે. આ અંગે ઘણું બધું સંશોધન થયું પણ છે. રશિયાના કેટલાક બગલા શિયાળામાં ઉંચા શિખરો પરથી સીધીલીટીમાં ઉડીને ભારત આવે છે.