ધોરણ-૧૦માં છેલ્લા ૩ વર્ષમાં જ એક લાખથી વધુ વિદ્યાર્થી ઘટયા
ધોરણ-૧૦માં ઘટાડા સામે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં છેલ્લા સાત વર્ષમાં સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે.
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા જાેતા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા ૩ વર્ષમાં જ ધોરણ-૧૦ના વિધાર્થીઓની સંખ્યામાં એક લાખ કરતા વધુુનો ઘટાડો થયો છે. More than one lakh students dropped in class 10 in the last 3 years
જયારે તેની સામે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં છેલ્લા સાત વર્ષમાં સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો હોવાનું સામે આવ્યું છે. ર૦ર૧માં ધોરણ-૧૦ની પરીક્ષા માટે નોધાયેલા વિધાર્થીઓ પૈકી નિયમીત વિધાર્થીઓની સંખ્યા ૮.પ૭ લાખ જેટલી હતી.
જાેકે, આગામી બોર્ઢની પરીક્ષા એટલે કે માર્ચ-ર૦ર૩ની પરીક્ષા માટે ધોરણ-૧૦ના નિયમીત વિદ્યાર્થીઓની સંખ્યા ૭.૪૧ લાખ જેટલી નોધાઈ છે. આમ, છેલ્લા ૩ વર્ષમાં જ ધોરણ-૧૦ના વિધાર્થીઓની સંખ્યાયમાં ૧.૧પ લાખનો ઘટાડો થયો છે.
છેલ્લા ૭ વર્ષની વાત કરીીએ તો ધોરણ-૧૦માં આ સમયગાળા દરમ્યાન ૭૯ હજાર જેટલા વિધાર્થીઓ ઘટયા છે. આમ ધોરણ-૧૦માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડોનો ટ્રેન્ડ ઘણા વર્ષોથીી ચાલુ હોવાનું સામે આવ્યું છે. રાજયના મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગાંધીનગર વગેરેમાં છેલ્લા એક દાયકામાં સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કૂલો અને ઈન્ટરનેશનલ બોર્ડ સંલગ્ન સ્કુલોની સંખ્યાય સતત વધી છે.
જેના પગલે વિધાર્થીઓની સંખ્યા પર અસર થઈ હોવાનું જાણવા મળે છે. એક બાજુ ધોરણ-૧૦માં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો છે. ત્યારે બીજી બાજુ સામાન્ય પ્રવાહમાં વિધાર્થીઓ વધી રહયા છે. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી વધારો જાેવા મળી રહયો છે.
ધોરણ-૧ર સાયન્સમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો છે, જયાયરે તેની સામે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહયો છે. છેલ્લા સાત વર્ષમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યામાં સવા લાખનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
ર૦૧પ ની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં નિયમીત વિધાર્થીઓની સંખ્યા ૩.પ૬ લાખ જેટલી હતી. જાેકે ર૦ર૩માં નિયમીીત વિધાર્થીઓની સંખ્યા વધીને ૪.૮૦ લાખ થઈ છે.