Western Times News

Gujarati News

1500 વેપારીઓ BAPS રાજકોટ મંદિર ખાતે વૈદિક પૂજન વિધિમાં જોડાયા

રાજકોટ, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર દીવડા, તોરણ તેમજ કલાત્મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું છે.

એમાં પણ મંદિર પરિસરમાં આ વર્ષે ડીસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે યોજાનાર ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનાં આકર્ષણોની પ્રતિકાત્મક પ્રસ્તુતિ અને વિશાળ સેલ્ફીસ્પોટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આજેદિવાળીના દિવસે સવારે9:00 થી 11:30 દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડા પૂજન વિધિ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ મંદિરનાં કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંતોએ1500થી અધિક ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડ્યા હતા.

અંતમાં પૂ.અપૂર્વમુનિ સ્વામી દ્વારા તમામ હરિભક્તોનેપુજાપાનાપાના પર આશીર્વચનનું લેખન કરાવવામાં આવ્યું હતું અનેપ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વિડીયો આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થયો હતો. વિક્રમ સંવત 2078ની દિવાળીની અંતિમ સંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.