મ્યુનિસિપલ કોર્પોરેશને દશામાંની વિસર્જિત કરેલ 4 હજાર મૂર્તિઓનો વ્યવસ્થિત નિકાલ કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારો અને ભક્તિ – આરાધનાનો મહિનો હોય છે. હાલમાં અમદાવાદ શહેરમાં દશામાં વ્રતના તહેવારની ઉજવણી થઈ રહી છે.
જેમાં મુર્તિ સ્થાપના બાદ નાગરીકો દ્વારા 10 દિવસનાં અંતે જાગરણ કરી મોદી રાત્રિ બાદ દશામાંની મુર્તિ નદી કે તળાવોમાં વિસર્જન કરી પૂર્ણાહુતી કરવામાં આવે છે. જેમાં 12 ઓગસ્ટ નમોડી રાત્રિ થી 14 ઓગસ્ટ બપોર સુધી નાગરીકો સાબરમતી નદી પાસેનાં વિવિધ લોકેશનો તેમજ ઝોનમાં વિવિધ જગ્યાઓએ આવેલા તળાવો પાસે મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા લેવામાં આવેલા આગોતરા પગલાના કારણે નાગરિકોએ પૂર્ણ સહકાર આપ્યો હતો. તેમજ જળ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણને ધ્યાને રાખી લોક લાગણી દુભાય નહીં તે રીતે જળાશયોની બાજુમાં કે કૃત્રિમ વિસર્જન કુંડમાં જ મુર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. તેને યોગ્ય રીતે એકત્રીત કરવા સારું તમામ 07 ઝોનમાં જેટલા લોકેશનો પર સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરેલ.
આ કામગીરીમાં કુલ 84 જેટલાં ટ્રકો, જેસીબી, બોબકેટ જેવી મશીનરી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત મુર્તિ એકત્ર કરવા અને નાગરીકો દ્વારા પૂજા – સામગ્રીનો નિર્માલ્ય એકઠો કરવા સારું 381 જેટલા અલાયદા સફાઈ કામદારો પણ કામગીરીમાં રોકવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાંથી વિસર્જીત થયા બાદની તમામ ઝોનમાંથી લગભગ 40,150 જેટલી મૂર્તિઓ એકત્ર કરવામાં આવેલ. જેને ગ્યાસપુર ખાતે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પ્લાન્ટની નજીકની જગ્યામાં ખાડો ખોદી યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે. આજ રીતે 21946 kg જેટલો પૂજા-સામગ્રીનો નિર્માલ્ય એકત્ર કરી ખાતર બનાવવાનાં પ્લાન્ટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.