NRC: પાંચ લાખ બંગાળી હિન્દુ લોકો માટે નવી આશા છે
નવી દિલ્હી, બાંગ્લાદેશથી વિસ્થાપિત થનાર પાંચ લાખથી વધારે એવા બંગાળી હિન્દુ લોકો માટે નાગરિક સુધારા બિલ એક આશાના કિરણ તરીકે છે જે NRCની યાદીમાં પોતાનું નામ નોંધાવવામાં નિષ્ફળ રહ્યા છે. ૩૧મી ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવેલી એનઆરસીની અંતિમ યાદીથી આશરે ૧૯ લાખ લોકો બહાર થઇ ગયા હતા. આસામના નાણામંત્રી હેમંત બિશ્વા સરમાએ (Aasam Finance Minister Hemant Bishwa Sarma) કહ્યું છે કે, આ પાંચ લાખ હિન્દુ લોકોને અપીલ કરવાની જરૂર દેખાઈ રહી છે. ૨૦૨૧માં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીથી પહેલા અમે તેમને નાગરિકતા આપવાની આશા રાખી રહ્યા છે.
લોકસભાથી બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં પહોંચ્યું છે. તેમણે કહ્યું હતું કે, એનઆરસીની યાદીમાંથી બહાર કરવામાં આવેલા પાંચ લાખથી વધુ બંગાળી હિન્દુઓમાંથી ત્રણથી ચાર લાખ લોકો સુધારાયેલા કાનૂન હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે.
હાલમાં આશરે એક લાખ બંગાળી હિન્દુ છે જે લોકોએ એનઆરસીમાં સામેલ કરવાને લઇને અરજી કરી નથી. તમામ આંકડાને ધ્યાનમાં લઇને તેમને લાગે છે કે, પાંચ લાખથી વધુ લોકો અપીલ કરશે.