મ્યાનમારમાં મસ્જિદ ધરાશાયી થતાં ૨૦ના મોત

પીએમ મોદીએ કહ્યું, હું મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિને લઈને ચિંતિત છું. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક શક્્ય મદદ આપવા માટે તૈયાર છે.
ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર જાહેર કર્યોઃ ભૂકંપને પગલે મ્યાનમાર-બેંગકોકમાં અનેક મકાનો ધરાશાયી, ચીનમાં આવ્યો ૭.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નવી દિલ્હી, થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલાં વિનાશક ભૂકંપથી અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ છે. લોકોમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ભૂકંપના કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં. જ્યારે સંખ્યાબંધ લોકો કાટમાળ નીચે દટાયા હતાં. અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યાં છે. સ્થાનિક સત્તાવાળાઓએ મદદ માટે વિશ્વભરના દેશોની સહાય માંગી છે. At least 20 people were killed when a mosque collapsed during an earthquake that struck while a worship service was taking place in Mandalay city, Myanmar.
થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને કોઈપણ કટોકટીના સંજોગોમાં તાત્કાલિક સહાયતા માટે એક ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે સલાહ આપી છે કે જરૂર પડે તો ભારતીય નાગરિકો +૬૬ ૬૧૮૮૧૯૨૧૮ પર સંપર્ક કરી શકે છે.
The scene after the collapse of the Shwe Pho Shing Mosque in #Mandalay due to the 7.7 magnitude #earthquake hit #Myanmar.
At least 20 people were killed when the Shwe Pho Shing Mosque in Mandalay collapsed during worship today due to a devastating… pic.twitter.com/UkJBGRRTkY
— Zia Hero (@SahatZia_Hero) March 28, 2025
મ્યાનમાર અને થાઇલેન્ડમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે, જેના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્્યાંક મોટી ઇમારતો ધરાશાયી થઈ રહી છે તો ક્્યાંક લોકો ભયભીત થઈને જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા છે. ભૂકંપ બાદ શરૂ થયેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન કાટમાળ નીચે દટાયેલા લોકોની તસવીરો પણ હૃદયદ્રાવક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોની સરકારોને શક્્ય તમામ મદદ આપવાનું વચન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, હું મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિને લઈને ચિંતિત છું.
હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક શક્્ય મદદ આપવા માટે તૈયાર છે. આ સંદર્ભે અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારોના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મ્યાનમારમાં શુક્રવારે ૭.૭ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના માત્ર ૧૨ મિનિટ બાદ ૬.૪ની તીવ્રતાનો આફ્ટરશોક પણ અનુભવાયો હતો. થાઇલેન્ડમાં પણ
આ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઈંગ શહેરથી ૧૬ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર અંદર હતી.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર મંડલે શહેરની નજીક હતું. મ્યાનમારની રાજધાની નેપ્યીડો અને સૌથી મોટા શહેર યાંગૂનમાં પણ ભૂકંપના ખૂબ જ શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. મળતા અહેવાલો અનુસાર, મંડલે વિસ્તારમાં કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, અને મંડલે તથા યાંગોન વચ્ચેના ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે અને તૂટી ગયા છે.
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે સ્થાનિક લોકો પોતાનાં ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળીને શેરીઓમાં દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બેંગકોકની એક બહુમાળી ઇમારત ધરાશાયી થતી જોવા મળી રહી છે. આખી ઇમારત થોડી જ સેકન્ડોમાં ધૂળના વાદળમાં ફેરવાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો ચીસો પાડતા અને ભાગતા જોવા મળ્યા હતા.
બેંગકોક પોલીસે માહિતી આપી છે કે શુક્રવારે બપોરે ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સંભવિત જાનહાનિનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. બેંગકોકના લોકોએ આ ભયાનક ભૂકંપના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ઊંચી ઇમારતો પર બનેલા સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર પડતું અને ઘણી ઇમારતો પરથી કાટમાળ નીચે પડતો જોવા મળી રહ્યો છે.
મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાંથી લોકોના મોતના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. શરૂઆતી અહેવાલો અનુસાર, આ ભૂકંપમાં સેંકડો લોકોના જીવ જવાની આશંકા છે. શુક્રવારે મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ૧૨ મિનિટ પછી ૬.૪ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા થાઇલેન્ડ, ચીન અને ભારતના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા.
ભૂકંપનો આંચકો એટલો ભયાનક હતો કે ઇરાવદી નદી પર બનેલો ૧૨૦ વર્ષ જૂનો એવા બ્રિજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ પરિવહન અને પર્યટન માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતો. થાઈલેન્ડમાં એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંગકોંકમાં ઈમરજન્સી લાદી છે. થાઈલેન્ડ અને મ્યાનમારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઈમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. ેંજીય્જી એ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સાગિંગમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપના પ્રથમ આંચકાની તીવ્રતા ૭.૭ જ્યારે બીજાની ૭.૨ હતી. શુક્રવારે (૨૮ માર્ચ) મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે મ્યાનમારમાં મંડલે મસ્જિદમાં ૨૦ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપના તીવ્ર આંચકાને કારણે મ્યાનમારના મંડલેમાં એક મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મસ્જિદની અંદર ઘણા લોકો હાજર હતા.
બીએનઓના અહેવાલ મુજબ, મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થયા છે. મ્યાનમારના ટુંગૂમાં પણ ૫ લોકોના મોત થયા છે. જ્યારે થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને કારણે બેંગકોકમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન, ૪૩ લોકો ગુમ થયા છે.
બેઇજિંગની ભૂકંપ એજન્સી અનુસાર, ચીનના દક્ષિણ-પશ્ચિમ યુનાન પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૯ માપવામાં આવી હતી. ઝ્રઈદ્ગઝ્ર એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુનાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.