મોટેરામાં પ્લોટ ખરીદી માટે પ્રમુખ ઈમેજિંગની પીછેહઠ : ૧૦ ટકા EMD જપ્ત

(પ્રતિનિધિ) અમદાવાદ, AMC દ્વારા મોટેરામાં T P. સ્કીમ નં. ૨૧ મોટેરા). FP i- ૩૭૫, ક્ષેત્રફળ ૯૯૩.૦૦ ચો. મી.ના કોમર્શિયલવાળા પ્લોટ ખરીદવા માટે ‘પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’ દ્વારા મહત્તમ ઓફર કરીને આ પ્લોટ ખરીદવા માટે રસ દર્શાવ્યો હતો.
પરંતુ હવે ‘પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’ દ્વારા આર્થિક કારણોસર નિયત સમયમર્યાદમાં ૯૦ ટકા રકમ જમા કરાવી નથી અને આ પ્લોટ ખરીદીમાંથી પીછેહઠ કરી છે. આથી આ પ્લોટની હરાજી દરમિયાન સૌથી વધુ ઓફર કર્યા પછી ૧૦ ટકા લેખે EMI) તરીકે જમા કરાવેલી રૂ. ૯૬,૩૦,૦૦૦ રકમ જપ્ત કરવાનો અને લેટર ઓફ ઈન્ટીમેશનથી કરાયેલી ફાળવણી રદ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મોટેરામાં ૯૬૩ ચો મીના પ્લોટની હરાજી કરવામાં આવી હતી તે વેળા પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’ દ્વારા ચો.મી. દીઠ રૂ. ૧.૫૭,૦૦૦- પ્રતિ ચો.મી. ની મહત્તમ ઓફર કરી હતી અને કોમર્શિયલ હેતુ માટેના આ પ્લોટની પ્રીમિયમ પેટે કુલ રૂ. ૧પ કરોડ. ૧૨ લાખની રકમ વસૂલીને આ પ્લોટ આપવાનું નક્કી કરાયું હતું
AMC દ્વારા ‘પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’ દ્વારા સદરહુ પ્લોટ લેવામાં અસહમતિ દર્શાવી છે. આ પ્લોટની હરાજીની શરતો મુજબ ઓફરદારે EMID પેટે ૧૦ ટકા રકમ જમા કરાવવાની હોય છે. આથી ‘પ્રમુખ ઈમેજીંગ સેન્ટર’ દ્વારા ૧૦ દિવસમાં રૂ. ૧ કરોડ ૫૧ લાખ જેટલી રકમ જમા કરાવવાની થાય અને ૯૦ ટકા લેખે રૂ. ૧૩,૬૦,૭૧,૯૦૦ જમા કરાવવા રહે છે
અને આ રકમમાંથી EMDની રકમ રૂ.૯૬,૩૦,૦૦)- મજરે બાદ લેતા બાકી ભરવાની થતી રકમ રૂ.૧૩,૫૧,૦૮,૯૦૦ કુલ -નાણાં AMCમાં જમા કરાવવાના થાય. પરંતુ પ્રમુખ ઈમેજિંગ સેન્ટર દ્વારા નિયત સમયમાં બાકીની રકમ ભરી ન હોવાથી અને આ પ્લોટ ખરીદવા અસંમતિ દર્શાવી હોવાથી તેની EMDની રકમ જપ્ત કરીને ફાળવણી રદ કરવાનું નક્કી કરાયું છે.