ત્રીજા ધોરણમાં ભણતી પુત્રીને લઈ માતા કેનાલમાં કેમ પડી?

પ્રતિકાત્મક
માતાએ દીકરી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી-માતાએ માસુમ દીકરી સાથે 30 હજારની ઉઘરાણીથી કંટાળીને જીવન ટુંકાવ્યું
(એજન્સી)મહેસાણા, મહેસાણાના કડી વિસ્તારમાં માત્ર ૮ વર્ષની દીકરી લઈને માતાએ આપઘાત કરી દેવાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. માત્ર રૂપિયા ૩૦,૦૦૦ની ઉઘરાણીથી કંટાળેલી માતા એ પુત્રીને લઈને કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને મહિલાની સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં ઉઘરાણીથી કંટાળીને અંતિમ પગલુ ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળ્યા હતા. જેમાં ત્રીજા ધોરણમાં ભણતી પુત્રીને લઈ માતા કેનાલમાં પડી હોવાની માહિતી મળતા જ તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી. નર્મદા કેનાલમાં તપાસ કરતા કેનાલમાંથી માતા પુત્રીના મૃતદેહો મળ્યા હતા. જે બંને સાણંદના મખીયાવ ગામની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું હતું.
જે માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુભાઈ જોડેથી ૩૦ હજાર રૂપિયા લેવાના છે જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.
એફએસએલ સહિતની મદદથી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કેનાલ પાસે તપાસ હાથ ધરતા એક ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુ જોડેથી ૩૦ હજાર લેવાના હોવાનો ઉલ્લેખ પણ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.