આલિયાની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ આજે એનો ૩૧મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઇની તાજ કોલાબા હોટલમાં એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યુ છે.
આ ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં અંબાણી પરિવાર મેન લાઇલાઇટમાં રહ્યો જેમાં આકાશ અંબાણીથી લઇને પત્ની અને બહેન સુધી આ પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અદાકાર આલિયા ભટ્ટ એના ૩૧માં બર્થ ડે સુપર એક્સાઇટેડ હતી. અદાકાર આ દરમિયાન ખૂબસુરત ગોલ્ડન ટોપ કેરી કર્યુ હતુ. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરે આલિયા ભટ્ટ માટે અનેક પ્રકારની તૈયારીઓ કરી હતી.
આ કારણ રણબીર કપૂર આ સમયે પણ જાણે કામમાં વ્યસ્ત હોય એવુ લાગી રહ્યુ છે. રણબીર આ ટાઇપમાં હેન્ડસમ હીરો જેવો લાગે છે. ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટની બર્થ ડે બેશમાં અંબાણી પરિવાર શામેલ થયો હતો. આ દરમિયાન આકાશા અંબાણીએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ બર્થ ડે પાર્ટીમાં શામેલ થઇ હતી. શ્લોકા મહેતા કારની અંદર જોવા મળી હતી.
આ તસવીરમાં શ્લોકમાં મસ્ત લાગી રહી છે. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં ઇશા અંબાણીએ પણ હાજરી આપી હતી. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં અંબાણી પરિવારના જમાઇ આનંદ પીરામલ પણ હિસ્સો બની હતી. પાર્ટીમાં પત્ની ઇશા સાથે પહોંચ્યા હતા.
આલિયાની બર્થ ડે પાર્ટીમાં સૌથી ઘાંસૂ એન્ટ્રી સાસુ નીતુ કપૂરે મારી હતી. નીતુ કપૂર આ સમયે ખૂબ ખુશ જોવા મળી હતી. નીતુ કપૂરને આ રીતે જોઇને કોઇ ઉંમરનો અંદાજો લગાવી શકે એમ નથી. આલિયા ભટ્ટની બહેન પણ આ દરમિયાન પાર્ટીમાં શામેલ થઇ હતી.
સોની રાજદાન અને શાહીન ભટ્ટે એક સાથે તસવીર ક્લિક કરાવી હતી. આ તસવીરમાં બન્ને સુપર સ્માર્ટ જોવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા માટે દરેક મહેમાનોંનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હોટલની બહારની તસવીરો તમે જોઇ શકો છો. આ તસવીરમાં રણબીર પણ દેખાઇ રહ્યો છે.SS1MS