કેટરિના કૈફના ડાયટનું પૂરતું ધ્યાન રાખે છે સાસુ વીણા
મુંબઈ, કેટરીના કૈફ હાલ અપકમિંગ ફિલ્મ ફોન ભૂતની રિલીઝ થવાની ભારે ઉત્સાહ સાથે રાહ જાેઈ રહી છે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ક્રિન શેર કરતાં જાેવા મળશે. ફિલ્મ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે અને આ પહેલા લીડ એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે.
આ જ સંદર્ભમાં બોલિવુડની આ બ્યૂટિફૂલ એક્ટ્રેસ કોમેડી કિંગ કપિલ શર્માના ‘ધ કપિલ શર્મા શો’ પર પહોંચી હતી. અહીંયા તેણે ફિલ્મ સિવાય કો-એક્ટર્સ વિશે મજેદાર ખુલાસા કર્યા હતા તેમજ સાસરિયાંઓ સાથેના તેના સંબંધો પર પણ ખુલીને વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીનાની આ પહેલી ફિલ્મ છે. કપિલ શર્મા સાથે વાતચીત કરતાં કેટરીના કૈફે સાસુ વીણા કૌશલ તેનું કેવી રીતે ધ્યાન રાખે છે તે અંગે જણાવ્યું હતું. તેણે ખુલાસો કર્યો હતો કે, સાસુ તેને ‘કિટ્ટો’ કહીને બોલાવે છે.
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે, ખાસ કરીને પરાઠા તેમના ફેવરિટ છે. તેણે કહ્યું હતું કે, તેના સાસુ ઘણીવાર તેને પોતાના હાથના પરાઠા ખાવા માટે વિનંતી કરતા હતા. પરંતુ એક્ટ્રેસ ચુસ્ત રીતે ડાયટનું પાલન કરતી હોવાથી પતિના પરાઠામાંથી એક ટુકડો ખાતી હતી.
હવે, એક વર્ષ સાથે પસાર કર્યા બાદ કેટરીનાના ડાયટનું ધ્યાન રાખતાં સાસુ બટાકાના બદલે શક્કરિયામાંથી પરાઠા બનાવવા લાગ્યા છે, જે કેટના ડાય પ્લાન માટે હેલ્ધી ઓપ્શન છે. વિકી કૌશલ અને કેટરીના કૈફ ફેમિલી પર્સન છે, તેઓ માત્ર તેમના પેરેન્ટ્સ સાથે જ નહીં ભાઈ-બહેન સાથે પણ ક્લોઝ બોન્ડ ધરાવે છે.
ઘણા બધા કારણોમાંથી આ એક કારણ પણ છે, જેના લીધે બંનેને તેઓ એકબીજા માટે પર્ફેક્ટ હોવાનું લાગ્યું હતું. કપલના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે અને અલગ-અલગ સંસ્કૃતિમાંથી આવતી હોવા છતાં તેઓ એકબીજાના પરિવાર સાથે ભળી ગયા છે.
સાસુ-સસરા સાથે સારી રીતે સંવાદ કરી શકે તે માટે કેટરીના થોડું પંજાબી બોલતા પણ શીખી હોવાના રિપોર્ટ્સ હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું પણ શૂટિંગ કરી રહી છે, જેમાં તેની સાથે સાઉથ સ્ટાર વિજય સેથુપથી છે.
આ સિવાય કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ વિકી કૌશલ પાસે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’, ‘ગોવિંદ નામ મેરા’ અને લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે.SS1MS