ઈનાયાના પાંચમા બર્થ ડે પર મામી કરીનાએ પાઠવી શુભેચ્છા
મુંબઈ, કુણાલ ખેમૂ અને સોહા અલી ખાનની દીકરી ઈનાયા બોલિવુડના પોપ્યુલર સ્ટારકિડ્સ પૈકીની એક છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોહા અવારનવાર દીકરીના વિડીયો અને તસવીરો શેર કરતી રહે છે. આજે એટલે કે ૨૯ સપ્ટેમ્બરે ઈનાયાનો ૫મો બર્થ ડે છે. ઈનાયાના બર્થ ડે પર મામી કરીના કપૂર ખાને તેની સુંદર તસવીર શેર કરતાં શુભકામના પાઠવી છે.
કરીનાએ પોતાના દીકરા તૈમૂર અને ઈનાયાની તસવીર શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તૈમૂર અને ઈનાયા વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે. બંનેની સાથે રમતી અને મસ્તી કરતી કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
કરીનાએ જે તસવીર શેર કરી છે તેમાં તૈમૂર અને ઈનાયા આંખ બંધ કરીને હાથ જાેડીને પ્રાર્થના કરતાં જાેવા મળી રહ્યા છે. કરીનાએ આ ફોટો શેર કરતાં લખ્યું, મને નથી ખબર કે તમે બંને શેના માટે પ્રાર્થના કરી રહ્યા છો.
પરંતુ હું તારી ખુશીઓ અને આનંદ માટે પ્રાર્થના કરીશ અને આજે તને આખો દિવસ જ્યારે જાેઈએ ત્યારે કેક ખાવા મળે?? ઓકે તારી મમ્મી આ વાંચી રહી છે અને મને મારશે? હેપી બર્થ ડે પ્રિન્સેસ ઈનાયા. તને ખૂબ પ્રેમ કરું છું. કરીનાની આ પોસ્ટ પર નણંદ સબાએ કોમેન્ટ કરતાં લખ્યું, લોલ…બાળકોને પ્રેમ…માશાઅલ્લાહ? ઈન્નીજાન પાંચમા જન્મદિવસની શુભકામના.
કુણાલ ખેમૂએ પણ દીકરી ઈનાયાને બર્થ ડે પર શુભેચ્છા આપતી પોસ્ટ મૂકી છે. કુણાલે ઈનાયા નાની હતી ત્યારની તસવીર શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે મારી ઈન્ની બૂ. ૫ વર્ષ આપણે પાંચ મિનિટમાં પાંચ બેડ ટાઈમ સ્ટોરીઝ વાંચીએ તે રીતે પસાર થઈ ગયા. પેરેન્ટ્સ કહે છે કે બાળકો ખૂબ જલ્દી મોટા થઈ ગયા તેનો અર્થ મને આજે સમજાઈ રહ્યો છે.
જાેકે, હું તારી સાથે દિવસે ને દિવસે જુવાન થવા માગુ છું મારી જાન. તને ખૂબ પ્રેમ કરું છું. સોહા અલી ખાનની બહેન સબાએ પણ ઈનાયાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરીને તેને જન્મદિવસની શુભકામના આપી છે.
સબાએ લખ્યું, “ઈન્ની જાન. વન ટુ ફોર અને માશાઅલ્લાહ હવે તું પાંચની થઈ ગઈ છે. કેટલી જલ્દી વર્ષો વિતી ગયા છે. પાંચમા જન્મદિવસની શુભેચ્છા મારી ઈનાયા જાન. આની તને ખૂબ પ્રેમ કરે છે. હંમેશા સુરક્ષિત રહેજે અને ઈશ્વરના આશીર્વાદ તારા પર રહે.
ઉલ્લેખનીય છે કે, કુણાલ ખેમૂ અને સોહા અલી ખાને ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. ઈનાયાનો જન્મ ૨૦૧૭માં થયો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, સોહા અલી ખાન વેબ સીરીઝ ‘હશ હશ’માં જાેવા મળી રહી છે. કુણાલ ખેમૂ એક્ટિંગ બાદ હવે રાઈટિંગ અને ડાયરેક્શન ક્ષેત્રે પગ મૂકવા જઈ રહ્યો છે. કુણાલ ખેમૂ હાલ ફિલ્મ ‘મેડગાંવ એક્સપ્રેસ’ પર કામ કરી રહ્યો છે.SS1MS