પીએમ મોદી-મસ્કની મુલાકાતથી માતા માયે મસ્ક પણ રોમાંચિત

વોશિંગ્ટન, અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચેની મુલાકાતથી એલન મસ્કના માતા માયે મસ્ક પણ ઉત્સાહિત બન્યાં હતાં અને તેમણે ટ્વીટર પોસ્ટ મારફત પોતાનો રોમાંચ વ્યક્ત કર્યાે હતો.
ડીઓજીઈ ડિઝાઈનરની ટ્વીટર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે “બ્રેકિંગઃ એલન મસ્ક આજે વોશિંગ્ટનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા.” આ પોસ્ટમાં પીએમ મોદી અને મસ્કની મુલાકાતનો વીડિયો પણ શેર કરાયો હતો.
આ જ પોસ્ટને ટાંકીને માયે મસ્કએ લખ્યું “લવ માય પૌત્રો. પોસ્ટના અંતમાં હાર્ટના ત્રણ પ્રતિક મૂક્યાં હતાં. સોયર મેરિટે પણ મસ્ક-મોદીની મુલાકાત અંગે એક પોસ્ટ કરી હતી, જેને માયે મસ્કે શેર કરી હતી. મેરિટે બ્લેર હાઉસમાં પ્રવેશતા એલન મસ્કનો વીડિયો પોસ્ટ કર્યાે હતા, જ્યાં પીએમ મોદી રોકાયા હતાં.
મસ્કની સાથે તેમની ગર્લ ળેન્ડ અને ત્રણ બાળકો પણ હતાં. તેમણે લખ્યું હતું કે એલન મસ્ક ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે.પીએમ મોદીએ લખ્યું હતું કે એલન મસ્કના પરિવાર સાથે મુલાકાત અને અનેક મુદ્દા પર વાતચીત કરવી તે ખુશીની બાબત છે.
પીએમ મોદીની પોસ્ટને ટાંકીને મસ્કે પણ લખ્યું હતું કે મોદી સાથેની મુલાકાત સન્માનની બાબત છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદી અને મસ્કએ ઈનોવેશન, સ્પેસ એક્સ્પ્લોરેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તથા ઉદ્યોગસાહસિકતા અને સુશાસનમાં ભારતીય અને અમેરિકી સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
એલન મસ્કએ પીએમ મોદીને હીટ શિલ્ડ ટાઇલ્સ ભેટમાં આપી હતી, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઇટ ટેસ્ટ ૫ મિશનનો એક હિસ્સો હતી.SS1MS