Western Times News

Gujarati News

Mother Of Forest કોલ્લક્કયિલ દેવકી અમ્મા

દેવકી અમ્માના પતિ દરરોજ તેમના માટે અલગ-અલગ બીજ લાવતા, બાળકો અને સગાં-સંબંધીઓ પણ નૈતિક રીતે પ્રોત્સાહિત કરતા, તેઓ તેમને વિવિધ પ્રજાતિના છોડ ભેટ ધરીને સમર્થન આપતા, સતત ૪૦ વર્ષ સુધી અમ્માએ વૃક્ષો વાવ્યાં, પરિણામે ખાલી જમીને બગીચાનું અને બગીચાએ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું Mother Of Forest Kollakkyil Devaki Amma

દેવકી અમ્માએ પોતાના ઘરની પાછળ પાંચ એકર વિસ્તારમાં પ૦૦થી વધુ પ્રજાતિના ત્રણ હજારથી વધુ છોડ-વૃક્ષ વાવ્યા છે. નવ વર્ષની ગૌરી ગત વર્ષે વાવેલા છોડની સ્થિતિ જાણવા ઉત્સાહિત હતી. તેણે પોતાના પરદાદીને ફોન કર્યો. પણ પરદાદી રહસ્યફોટ કરવા માગતાં નહોતાં, આથી ગૌરીને વેકેશનમાં નવા છોડ વાવવા ગામડે આવવાનું આમંત્રણ આપી તેમણે મનાવી લીધી.

ગૌરીના પરદાદી એટલે કોલ્લક્કયિલ દેવકી અમ્મા. બાળપણથી આપણને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવે છે, પણ દેવકી અમ્મા એક એવી હસ્તી છે, જેમણે પોતાના ઘરની પાછળ આવેલી પ એકર જમીનને જંગલમાં પરિવર્તિત કરી દીધી છે, જેના થકી તેના વિસ્તારના વાતાવરણમાં પણ ખૂબ પરિવર્તન આવ્યું છે. દેવકી અમ્માનો જન્મ ૧૯૩૪માં કેરલના અલેપ્પી જિલ્લાના મુથુકુલમ્‌માં થયો હતો. તેમના દાદા વ્યવસાયે આયુર્વેદના વૈદ્ય હોવાથી બાળપણથી જ છોડવા- વૃક્ષમાં રુચિ ધરાવતા થયા હતા. દાદાએ વિવિધ જડીબુટ્ટીઓ અને છોડવા- વૃક્ષો સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેમને શરૂઆતથી જ પ્રકૃતિ સાથે લગાવ હતો. અમ્મા શાળામાં તો ગયા નથી, એટલે ગ્લોબલ વોર્મિંગ, કાર્બન ફૂટપ્રિન્ટ, પ્રદૂષણ જેવા શબ્દોને તો તેઓ જાણતા પણ નથી તેઓ તો બસ એટલું જાણતા હતા કે વૃક્ષો આપણા માટે જરૂરી અને ફાયદાકારક છે અને તેથી તેમને કોઈ નુકસાન ન પહોંચવું જાેઈએ.

દેવકી અમ્માના લગ્ન ગોપાલકૃષ્ણ પિલ્લે સાથે થયા હતા, જે વ્યવસાયે શિક્ષક હતા તેમણે દેવકી અમ્માને પર્યાવરણની રક્ષા અને તે માટે વૃક્ષોની અહમ ભૂમિકા વિશે જણાવ્યું હતું. દેવકી અમ્માના માતૃપક્ષે અને શ્વસુરપક્ષે એમ બંને પરિવાર ખેતી સાથે જાેડાયેલા હતા. પુરુષો કોર્પોરેટ નોકરીઓ કરતા હતા અને મહિલાઓ અનાજની- ખાસ કરીને ડાંગરની ખેતી કરતી. દેવકી અમ્મા પણ તેમના સાસુ સાથે ખેતી કરવા લાગ્યા. ૧૯૮૦ સુધી આ ક્રમ ચાલ્યો. ૧૯૮૦માં દેવકી અમ્મા ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યા. તેમને ત્રણ વર્ષ સુધી પથારીવશ રહેવું પડ્યું. ત્રણ વર્ષ બાદ અમ્માએ પથારી તો છોડી, પરંતુ તેઓ ચોખાના ખેતરમાં કામ કરવા અસમર્થ હતા, ત્યારે તેમણે પોતાના ઘરના પાછળના ભાગમાં એક છોડવું વાવ્યું. પછી બીજુ.. અને તે વાવતા રહ્યાં સમય જતં તેમની આ પરિયોજના પએકરના જંગલમાં વિકસિત થઈ ગઈ, જેમાં મહોગની, આંબો, કસ્તુરી, દેવદાર, આંબલી સહિત ૩૦૦૦થી વધુ વૃક્ષો છે. દુર્લભ કહીશકાય તેવા છોડવા પણ છે, જે અમુર ફાલ્કન, બ્લ્યુથ્રોટસ, બ્લેક વિંઝ સ્ટિલ્ટસ પેરાડાઈઝ ફલાય કેચર્સ અને એમરાલ્ડ ડન્સ જેવા અનેક પક્ષીઓને આકર્ષિત કરે છે.

દેવકી અમ્મા કહે છે કે, “મેૈને પક્ષીયો ઔર જાનવરો કો જાલ ડાલ કર પ્રતિબંધિત કરને કે બજાય ઉનકે લિએ પાની ઔર ઘોંસલો કી વ્યવસ્થા કી હૈ. નતીજતન, આપ જંગલમેં મોર, બંદર કે સાથ અમૂર ફાલ્કન જૈસે વિદેશી પક્ષીયો કો દેખ સકતે હૈ. દેવકી અમ્માના પતિ દરરોજ તેમના માટે અલગ-અલગ બીજ લાવતા. બાળકો અને સગાં- સંબંધીઓ પણ નૈતિક રીતે પ્રોત્સાહિત કરતા તેઓ તેમને વિવિધ પ્રજાતિના છોડ ભેટ કરીને સમર્થન આપતા સતત ૪૦ વર્ષ સુધી અમ્માએ વૃક્ષો વાવ્યાં, પરિણામે ખાલી જમીને બગીચાનું અને બગીચાએ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું. જંગલમાં ર૦૦થી વધુ પ્રજાતિના છોડ- વૃક્ષો છે.

અમ્માનાં દીકરી ડી થંકામણિ તિરુવનંતપુરમ એન્જિનીયરીંગ કોલેજમાં પ્રોફેસર છે તેમણે કહ્યું હતું ચાર પીઢિયોંને મેરી મા કે પેડ લગાને કી યાત્રામેં યોગદાન દિયા હૈ, સ્કૂલ કી છુટીયા કે દૌરાન અમ્મા કે પોતે ઔર ઉનકે બચ્ચે પુરાને પોધોં કી સ્થિતિ દેખને ઔર નયે પૌધે લગાને કે લિયે ઘર આતે હૈ. વૃક્ષારોપણ કો લેકર ઉત્સાહ ઔર જાેશ લગભગ એક ત્યોહાર જૈસા હૈ. અમ્માની એક પૌત્રી વનસ્પતિ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે જેથી તે દેવકી અમ્માના પ્રેમને પામી શકે.

હવે અમ્મા જંગલમાં વરસાદી જળસંચયનો અભ્યાસ કરીને પાણીની સમસ્યાનું પણ ધ્યાન રાખે છે. અમ્મા હવે વૃદ્ધ થયા છે લોકોને કામ પર રાખ્યા છે, છતાં તે પોતાના જંગલમાં ફરે છે અને એક માતાની જેમ છોડવાની સભાળ રાખે છે. અમ્માને તેમની આ પ્રવૃતિ માટે અનેક પુરસ્કાર પ્રાપ્ત થયા છે. અલ્લેપ્પી જિલ્લા દ્વારા સામાજિક વાનિકી પુરસ્કાર અને વિજ્ઞાન ભારતી દ્વારા ભૂમિ પુરસ્કાર એનાયત થયા છે.

કેરલ રાજયએ તેમને ‘હરિ વ્યક્તિ’ ‘લીલીછમ વ્યક્તિ’ પુરસ્કાર પ્રદાન કર્યો છે. રાષ્ટ્રીયસ્તર પર તેમને ઈન્દિરા ગાંધી વૃક્ષમિત્ર પુરસ્કાર અને ‘નારીશક્તિ’ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની ફેસબુક ટાઈમ લાઈન પર આ વયોવૃદ્ધાને વધાઈ આપી હતી અને નોંધ્યું હતું ઃ દેવકી અમ્મા ભારત કે વિભિન્ન હિસ્સો સે પૌધે લગાકર ઔર ઉનકા પોષણ કર કે જેવ વિવિધતા કી રક્ષા કરને કી દિશા મૈં લગાતાર કામ કરી રહી હૈ, પર્યાવરણ કે પ્રતિ ઉન કા યોગદાન પરિવર્તન કી પ્રેરક શક્તિ રહા હૈ ઔર લોગો મેં જાગરુકતા ઔર ચેતના જગાઈ હૈ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.