માતાએ કહયું કે ચેમ્પીયન બનવું એ સારું છે પણ સારો વ્યકિત બનવું એ સૌથી વધુ મહત્વનું છે!
એક વખત યુવાનને રાત્રે સુતાની સાથે જ સપનું આવ્યું. તેના સપનામાં તે ભગવાન સામે ઉભો હતો. તેણે ભગવાનને પુછયું કે શું હું સારા માર્કસ સાથે પાસ થઈશ ? શું મને સારી નોકરી મળશે ? શું હું મોટું મકાન અઅને મોટી ગાડી ખરીદી શકીશ ? શું મને સારી પત્ની મળશે ?શું મારી પત્ની મારા માતાપિતાની સેવા કરશે ?
આમ કરતા કરતા તેણે પ્રશ્નોનો મારો ચલાવ્યો. ભગવાનને તેને સાંભળીને જવાબ આપ્યો હે વત્સ આ તારું સપનું છે. તું જેવું ઈચ્છીશ એવું થશે. નકકી તારે કરવાનું છે. આપણા સૌનું પણ એક હશે અને આપણે તેને પુરું પણ ચોકકસ કરવું હશે તો પછી ચેસ ચેમ્પીયન ગુકેશ પાસેથી પોતાનું સપનું સાકાર કરતા શીખો.
ગયા અઠવાડીયે નવયુવાન ગુકેશ દોમ્મારાજુ એ સમગ્ર દુનિયાનું ધ્યાન ખચ્યું.. ચેસમાં ઉડો રસ ધરાવતા કોલેજીયન પરીમલે ગુકેશની રમત જોઈ અને મીત્રો સાથે ચર્ચા પણ કરી. તેને પણ વિચાર આવ્યો કે માર જેવડો જ યુવાન આવડી મોટી સિદ્ધિ મેળવી શકે તો હું કેમ નહી. પરીમલે મને પુછયું કે સર મારે પણ ગુકેશની જેમ મારું સપનું સાકાર કરવું હોય તો શું કરવું પડે. મે તેને જવાબ આપતા કહયું કે, તું સપના અને વૃક્ષ બંનેને સમાન સમજ.
બીજનું વાવેતર થાય તેમ જ સપનાનું વાવેતર થાય. બીજ વાવ્યા પછી તેને ખાતર પાણી આપવા પડે તેમ તમારે સપનાને પણ મહેનતનુું ખાતર આપવું પડે. અને નિયમીતતાનું પાણી પાવું પડે. જેમ છોડને રોગ લાગુ પડે તેમ તમારા સપનાને વિકારો રૂપી રોગ લાગુ પડી શકે માટે સદવિચારોની દવા નાંખતા રહેવી પડે. લોકો બોલતા હોય છે કે ફોલો યુઆર ડ્રીમ એવું કરતાં બીજાની સફળતામાં આપણે આપનું સપનું જોડી દઈને આપણે ભુલ કરીએ છીએ.
મોટું સપનું સાકાર કરવા મોટો ભોગ આપવો પડે. પરીમલે પુછયું કે બીજું શું છે જે સપનું પુર્ણ કરવા જરૂરી છે ? મે તેને જવાબ આપ્યો કે તારી વાત સાચી છે. માત્ર એ વ્યકિતએ જ નહી પરીવારે પણ આર્થિક અને માનસીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તેનું સુખદ પરીણામ આવ્યું છે. એ પૈસા માટે ચેસ નથી રમતો. બાળપણમાં પ્રથમ ચેસ નથી બાળપણમાં પ્રથમ ચેસ બોર્ડ મળતાની સાથે તેને એક દિશા મળી.
સાવ બાળપણમાં ગુકેશે વિશ્વના સૌથી યુવા ચેસ ચેમ્પીયન બનવાનું સપનું જોયું હતું. તેના માતાપિતાએ તેને એ સપનાનું મહત્વ સમજાવ્યું. પિતાએ પોતાનું કામ રોકી વ્યવસ્થાનું પાસું સંભાળ્યું અને માતાએ તેને અધ્યાત્મીકતાનો માર્ગ પ્રશસ્ત કર્યો. તેની માતાએ કહયું કે ચેસ ચેમ્પીયન બનવું એ સારું છે. પણ સારો વ્યકિત બનવું એ સૌથી વધુ મહત્વનું છે.
પરીવારે કરેલા ત્યાગ અને ગુકેશના પોતાના સપના પ્રત્યેના કમીટમેન્ટના કારણે તેણે ટુંકા ગાળામાં આ સપનું પુર્ણ કર્યુું. માટે જ એ યુવાન પોતાના પરીવારોને જ પોતાની દુનિયા માનેન છે. ગુકેશને ચેમ્પીયન બન્યા પછી પણ એવું લાગે છે કે તે હજી ચેસ વિષે ઘણું ઓછું જાણે છે. કે હજી ઘણી ભુલો થાય છે. અને હજી વધુ શીખી શકાય તેમ છે. દર નવી રમતે તેને કંઈ નવું જાણવા મળે છે. સતત શીખવાનો આ ગુણ હોય ત્યાં સુધી આપણે પ્રગતી થતી રહેશે. તેની રમત સમજાવે છે કે હારવાના ડર કરતા જીતવાનો જુસ્સો વધુ મહત્વનો હોય છે.
કલામ સાહેબ કહેતા કે તમે ઉંઘો ત્યારેર જે દેખાય એ સપના નથી પરંતુ જે ઉઘવા ન દે તેને સપના કહેવાય. સારા વિચારાનો ફળ સ્વરૂપે આપણને સારા સપના આવવે છે. રોજ સવારે ઈશ્વર આપણને આ સપનાઓ પુરા કરવાનો મોકો આપે છે. જો આપણ સપનાઓ પુરા કરવા માટે કામે નહી લાગી જઈએ તો કોઈો બીજું તેના સપનાઓ પુરા કરવા, આપણો ઉપયોગ કરશે એ વાત સાચી છે. કે સપનાઓ જોવાનું કામ મન કરે છે. પણ એ ન ભુલશો, સપનાઓ સાકાર કરવાનું કામ આપણે કરવાનું છે.