મોટી ઇસરોલમાં શામળાજી કોલેજના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) મોટી ઇસરોલ, મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે શામળાજી કોલેજનો એનએસએસ યુનિટના ઉપક્રમે સાત દિવસીય વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ નિવાસી કલેકટર જસવંત કે જગોડાના પ્રમુખપદે યોજાયો હતો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજીમાં કાર્યરત એન.એસ.એસ યુનિટની ખાસ વાર્ષિક શિબિર ‘ સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારત ‘ નો ઉદ્ઘાટન સમારોહના ઉદ્ઘાટક તરીકે તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી અમે મુખ્યમહેમાન પદે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના પ્રિ.ડો.એ.પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને તેમનો ટૂંકો પરિચય કરાવી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.
શ્રી દિનેશભાઈ ડી. પટેલ (જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ અરવલ્લી) રમેશભાઈ પટેલ( ભાજપ મહામંત્રી) દક્ષાબેન સોની (પ્રાથમિક શાળાના આચાર્ય) પત્રકાર હાર્દિકભાઈ અને સંકેતભાઈ, તલાટી જાગૃતીબેન વહીવટદાર શ્રી અને ગામના વડીલો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. .
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ.શ્રી ડૉ.એ.કે પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ .ભરત પટેલ અને ડૉ. જાગૃતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વયંસેવક મિત્રોએ પણ શિબિરમાં ખંત અને ઉત્સાહથી પોતાની કામગીરી બજાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.