મોતીહારીમાં હોડી પલટી જતા ૨૨ લોકો ડુબી ગયા

નવી દિલ્હી, બિહારના મોતિહારીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં સિકરહના નદીમાં હોડી પલટી જતા ૨૨ લોકો ડૂબી ગયા. સ્થાનિકોએ અત્યાર સુધીમાં ૬ મૃતદેહો બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે અનેક મોટા અધિકારીઓ હાજર છે. #Motihari #boat #Bihar 22 people drowned after the boat capsized in the Sikarhana river in Bihar
રેસ્ક્યૂ ટીમ લોકોને બહાર કાઢવામાં લાગી છે. આ દુર્ઘટના શિકારગંજ પોલીસ મથક હદના ગોઢિયા ગામમાં ઘટી. નાવ પલટી જવાથી ૨૨ લોકો ડૂબી ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે હોડીમાં ૨૦થી ૨૫ લોકો સવાર હતા. મોઢિયા ગામમાં અચાનક હોડી પલટી જતા અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ પહોંચી ગયા છે. સ્થાનિકો પણ ભેગા થયા છે.