મોતીપુરા દૂધ મંડળીમાં બોનસ વેચવાના સમયે મારામારીની ઘટના
બાયડના મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં ધીંગાણું સર્જાયું
બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં કોમ્પ્યુટરના સાધનોની તોડફોડ તથા મારામારીની ઘટના બનતા સાઠંબા પોલીસ મથક ખાતે ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ સાઠંબા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ મોતીપુરા ગામના શીવસિંહ અર્જનસિંહ ઝાલાનાઓ અગાઉ અમારી દૂધ મંડળીમાં દુધ ભરતા હતા અને તેઓએ ડેરીમાંથી રૂ.ર૧,૦૦૦/- ઉપાડ પેટે લીધેલ હતા અને જેઓ આજદીન સુધી નાણાં ભરેલ નથી
અને ગઈ તા.૪.૮.ર૦ર૪ના રોજ ડેરીનો વાર્ષિક નફો ગ્રાહકોને વેચવામાં આવેલ હતો ત્યારે શીવસિંહ અર્જુનસિંહ ઝાલા નાઓની બાકી નીકળેલ રકમ રૂ.ર૧,૦૦૦/- હતા પરંતુ તેઓનો ડેરીનું બોનસ રૂ.૧૭,૦૦૦/- હોય જેથી અમોએ રૂ.૧પ,૦૦૦/- રકમ ઉપાડ કાપવામાં આવ્યો ત્યાર બાદ ડેરીમાં હાજર સભાસદો ઉપસ્થિત હતા ત્યારે આશરે સાંજના છ એક વાગ્યાના સુમારે અમારા ગામના શીવસિંહ અર્જુનસિંહ ઝાલા તથા તેમનો દિકરો કરણસિંહ શીવસિંહ ઝાલા
તથા ગલીબેન વા/ઓ શીવસિંહ અર્જુનસિંહ ઝાલાનાઓ ડેરીએ આવેલ અને કહેવા લાગેલ કે, અમારૂ બોનસ કેમ તે અમોને પુછયા વગર કાપી લીધેલ છે તેમ કહેતા બોલાચાલી ઉગ્ર થયા બાદ મારામારીની ઘટના સર્જાઈ હતી તેમજ દૂધ મંડળીમાં પડેલ કોમ્પ્યુટરના મશીનો મોનીટર, પ્રિન્ટર સહિતના મશીનરીને નીચે પછાડીને તોડી નાખતા આશરે ૧પ૦૦૦ જેટલ રકમનું નુકસાન પહોંચતા ત્રણ ઈસમો વિરુદ્ધ સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી સાઠંબા પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.