પાલડી અને ચાંદખેડાનો અંડરપાસ ચાલુ થતાં વાહન ચાલકોને રાહત મળશે
રૂપિયા ૫.૨૧ કરોડથી વધુના ખર્ચે ચાંદખેડા અંડરપાસનું નિર્માણ- પાલડી અંડરપાસ 4થી માર્ચે ઉદ્ઘાટન થઈ ગયું હોવા છતાં કોઈક કારણસર ખુલ્લો મુકાયો નથી.
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી પસાર થતી અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન, અમદાવાદ-બોટાદ, રેલવે લાઈન, અમદાવાદ-પાલનપુર રેલવે લાઈન વગેરે પરના ફાટકના કારણે રોજેરોજ અવરોધાતા વાહનવ્યવહારની સરળતા માટે ફાટકમુક્ત અમદાવાદ અભિયાન હાથ ધરાયું છે,
જે અંતર્ગત આ બધી રેલવે લાઈન પરના ફાટકને બંધ કરી તંત્ર ત્યાં રેલવે સત્તાવાળાઓના સહયોગથી અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ વગેરે મહત્વના પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે. તાજેતરમાં આ અભિયાન હેઠળ શહેરીજનો માટે ચાંદખેડાના લેવલ ક્રોસિંગ (એલસી) નં. ૨૪૧ ખાતે અંડરપાસ ખુલ્લો મુકાયો છે. આ અંડરપાસના કારણએ રોજેરોજ ૫૦ હજાર વાહનચાલકોને રાહત મળી રહી છે.
https://westerntimesnews.in/news/305867/paldi-underpass-was-built-at-a-cost-of-83-crores/
રેલવે અને મેટ્રો ઉપરાંત મ્યુનિસિપલ તંત્રના સંયુક્ત સાહસથી જલારામ અંડરપાસનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આશરે ૮૩ કરોડના ખર્ચે આ અંડરપાસ તૈયાર કરાયો છે. પાલડી જલારામ મંદિર અંડરપાસ બનતાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે. ઉદઘાટન પછી પણ કેટલાક કામો બાકી હોવાના કારણે જલારામ મંદિર, પાલડી અંડરપાસ ચાલુ થયો નથી. આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિક સમસ્યામાં ખાસ્સી રાહત મળવા પામશે. ફોર લેનના અંડરપાસની લંબાઈ ૪૫૦ મીટર અને પહોળાઈ ૧૬.૬૬ મીટર છે.
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરના કરોડો રૂપિયાના રેલવે પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયાં હતાં, જે અંતર્ગત મ્યુનિ.તંત્ર અને રેલવેના સંયુકત્ સાહસ હેઠળ તૈયાર કરાયેલ ચાંદખેડા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રેલવે અંડરપાસની કુલ લંબાઈ ૩૧ મીટર છે અને તેને બનાવવાનો ખર્ચરૂ. ૫,૨૧,૩૮,૧૫૪ થયો છે. ચાંદખેડા બાજુના એપ્રોચની લંબાઈ ૧૫૦ મીટર અને જગતપુર બાજુની એપ્રોચની લંબાઈ ૧૩૫ મીટર છે. બંને બાજુ ૦.૫ મીટરની ફૂટપાથ અને ૦.૩ મીટરનું ડિવાઈડર છે.
લેવલ ક્રોસિંગ (એલસી) ૨૪૧ તરીકે ઓળખાતા આ ફાટકને તંત્ર દ્વારા બંધ કરી દેવાયું છે અને હવે અંડરપાસથી તમામ વાહનવ્યવહાર ચાલી રહ્યો છે. મ્યુનિ.તંત્ર અને રેલવે સત્તાવાળાઓએ અંડરપાસના નિર્માણનો ખર્ચ ૫૦ઃ૫૦ ટકા પ્રમાણે ઉઠાવ્યો છે,જો કે જમીન રેલવેતંત્રદ્વારા મ્યુનિસિપલ સત્તાવાળાઓને અપાઈ છે.
https://westerntimesnews.in/news/306230/who-said-our-government-succeeded-in-expelling-indian-soldiers-from-the-country/
ગત તા. ૪ જાન્યુઆરી, ૨૦૨૨ એ આ અંડરપાસને બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને તેને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪એ પૂર્ણ કરાઈ હતી. શહેરમાં વિવિધ પ્રાકરના ૮૬ બ્રિજ હોઈ તે પૈકી રેલવે અંડરપાસની સંખ્યા ૨૨ થઈ છે. સાબરમતી નદી પર ૧૦ રિવરબ્રિજ ૨૪ રેલવે ઓવરબ્રિજ, ૧૯ ફ્લાય ઓવરબ્રિજ, ચંદ્રભાગા પરના બે બ્રિજ, ખારી નદી પરના બે બ્રિજ અને કેનાલ પર સાત બોક્સ કલ્વર્ટ અત્યારે વાહનચાલકોને ઉપયોગી થઈ રહ્યાં છે.
હાલમાં મ્યુનિસિપલ તંત્ર અને રેલવે તંત્ર દ્વારા આઈઓસી ચાંદખેડા ખાતેના એલસી ૨૪૨ અને સાબરમતીના ડી કેબિન ખાતેના એલસી ૨૪૩ એમ આ બંને સ્થળે અંડરપાસ બનાવવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એલરી ૨૪૧ કે જ્યાં ચાંદખેડાનો અંડરપાસ બનાવવા માટે તંત્ર દ્વારા રૂ. ૧૧,૭૬, ૬૫,૩૭૫નું ટેન્ડર મંજૂર કરાયું છે.