Western Times News

Gujarati News

મોટોરોલાએ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે એજ 50 પ્રો લોન્ચ કર્યો

અમદાવાદ, દેશની શ્રેષ્ઠતમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે તેના નવા પ્રિમીયમ સ્માર્ટફોન- મોટોરોલા એજ 50 પ્રોનું વૈશ્વિક લોન્ચિંગ ભારતમાં યોજ્યું હતું. આ સ્માર્ટફોન ઇન્ટેલિજન્સ અને આર્ટનો સુભગ સમન્વય ધરાવે છે અને તે પ્રિમીયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તરખાટ મચાવવાનાં તમામ તત્વો તેમાં મોજૂદ છે.

સ્માર્ટફોનમાં પેન્ટોન1 દ્વારા માન્યતાપ્રાપ્ત હ્યુમન સ્કીન ટોનની વિશાળ રેન્જ અને ટ્રુ કલર્સ સાથે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર એઆઈ પાવર્ડ પ્રો-ગ્રેડ કેમેરા તેમજ પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ટ્રુ કલર ડિસ્પ્લે મોજૂદ છે. જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે.

લોન્ચિંગ પ્રસંગે મોટોરોલા ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ટી. એમ. નરસિમ્હને જણાવ્યું હતું, “જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, એ મોટોરોલા એજ 50 પ્રોનું ભારતમાં વૈશ્વિક લોન્ચિંગ કરતાં અમે રોમાંચની લાગણી અનુભવી રહ્યાં છીએ. મોટોરોલા હાર્ડવેરમાં પ્રગતિથી આગળ વધતી અર્થપૂર્ણ પહેલ માટે કટિબદ્ધ છે, જેને પગલે અમે એઆઈ ટેકનોલોજીને અનોખી ડિઝાઇનનાં તત્ત્વો સાથે એકત્રિત કરવા ક્ષેત્રે કાર્યરત છીએ. મોટોરોલા એજ 50 પ્રો સાથે અમે નેટિવ એઆઈ ફિચર્સ રજૂ કરી રહ્યાં છીએ,

જે – ગ્રાહકો નરી આંખે દ્રશ્યો જોતાં હોય, આબેહૂબ તેવાં જ દ્રશ્યોને ઝીલી લેવા માટે વિશ્વના પ્રથમ પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત ડિસ્પ્લે અને કેમેરા ધરાવે છે. આ ઇનોવેશન્સ ઉદ્યોગમાં નવાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કરવા માટે સજ્જ છે, સર્જનશીલતા તરફ પ્રેરે છે અને યુઝર્સને તેમની અંદર રહેલી સંભવિતતાઓને ઉજાગર કરવા માટે સક્ષમ બનાવે છે. સ્પર્ધાત્મક કિંમતે અસાધારણ ફિચર્સ ઓફર કરીને ટેકનોલોજીને તમામ લોકો સુધી પહોંચાડવાના અમારા મિશનને અનુલક્ષીને અમે સ્માર્ટફોનના અનુભવને પુનઃ સ્પષ્ટીકૃત કરવા માટે ઉત્સુક છીએ.”

મોટોરોલા એજ 50 પ્રો આ ઉપરાંત સુંદર ડિઝાઇન ધરાવે છે તેમજ તેના પાછળના ભાગમાં વિશ્વની પ્રથમ મૂનલાઇટ પર્લ ફિનિશની ઇટાલીની હાથ બનાવટની ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત તે જનરેટિવ એઆઈ ફિચર્સ ઓફર કરતા શક્તિશાળી સ્નેપડ્રેગન® 7 જેન 3 પ્રોસેસર સહિત તીવ્રગતિ ધરાવતા 125W ટર્બોપાવરચાર્જીંગ, 50W વાયરલેસ ચાર્જીંગ, IP682અન્ડરવોટર પ્રોટેક્શન તથા 256GB સ્ટોરેજ સાથે 12GBRAMમાં ઉપલબ્ધ છે.

પ્રોટોન દ્વારા માન્યતાપ્રાપ્ત ટ્રુ કલર આઉટપુટ ધરાવતા વિશ્વના પ્રથમ એઆઈ પાવર્ડ પ્રો-ગ્રેડ કેમેરાથી સજ્જ, મોટોરોલા એજ 50 પ્રોમાં અત્યાધુનિકતા ભરપૂરપ્રમાણમાં છે, જે રોજ-બરોજની ક્ષણોને સુંદર રીતે ઝીલી લીધેલી યાદોમાં રૂપાંતરિત કરે છે.

વાસ્તવિક વિશ્વના પેન્ટોન રંગોની સમગ્ર શ્રેણીને અનુસરીને કેમેરા પેન્ટોનના ઇવેલ્યુએશન અને ગ્રેડિંગના માપદંડને સંતોષે છે. વધુમાં, પેન્ટોન સ્કીનટોન™નું વેલિડેશન કેમેરા માનવ સ્કીન ટોનના વ્યાપક વૈવિધ્યને રજૂ કરતાં પરિણામો ઝીલવાની ખાતરી આપે છે.

મોટોરોલા એજ 50 પ્રોની અત્યાધુનિક કેમેરા સિસ્ટમ ફોટો અને વિડિયો, બંનેમાં અદ્ભૂત પર્ફોર્મન્સ આપવા માટે મોટો એઆઈના પાવરનો ઉપયોગ કરે છે. નવું એઆઈ ફોટો ઇન્હેન્સમેન્ટ એન્જીન પ્રત્યેક શોટ સાથે પરફેક્ટ ફોટો લેવાનું કામ સરળ બનાવી દે છે. એ માટે કોઈ વ્યાવસાયિક નિપુણતાની આવશ્યકતા નથી.

સર્વોચ્ચ ગુણવત્તા આપવા માટે તે એક કરતાં વધુ શૂટિંગ મોડ્ઝમાંથી સેટિંગ્ઝને એક સાથે એપ્લાય કરવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. એન્જીન મહત્તમ વિગત, સ્પષ્ટતા, પડછાયા, રંગો, વગેરે સાથે તસવીરને સંબદ્ધ કરવા માટે એઆઈની મદદ લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.