મોટોરોલા સ્માર્ટહોમ એપ્લાયન્સિસ ફ્લિપકાર્ટની સાથે મળીને રજૂ કરશે
મોટોરોલા માટે દુનિયામાં સર્વપ્રથમ, સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં ટ્રુલી સ્માર્ટ વોશીંગ મશીન, રેફ્રીજરેટર્સ અને એર-કંડીશનર્સ -ભાગીદારીમાં એડ્વાન્સ ટેક્નોલોજી સાથેના સ્માર્ટ ટીવી અને તાજેતરમાં રજૂ કરેલા હોમ ઓડીયો રેન્જના નવા વેરીયન્ટ્સમાં વિસ્તરણ થશે
બેંગ્લુરુ, સફળતાપુર્વક સ્માર્ટ ટીવી અને હોમ ઓડીયો શ્રેણીમાં પ્રવેશ્યા બાદ, મોટોરોલાએ તેની ફ્લિપકાર્ટ, જે ભારતની હોમગ્રોઉન ઈ-કોમર્સ માર્કેટપ્લેસ છે તેની સાથેની ભાગીદારી વધુ મજબુત બનાવી, જેના થકી તેની ભારતમાં સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ કેટેગરીમાં તેની હાજરી સ્થાપિત કરી શકે. નવી ઓફરીંગમાં સમાવેશ થાય છે વોશીંગ મશીન્સ, રેફ્રીજરેટર્સ અને એર કંડીશનર્સ, ભારતીય ગ્રાહકો માટે ટ્રુલી સ્માર્ટ, ટ્રુલી રિવોલ્યુશનરી લાઈનની પ્રોડ્કટ્સ, જે મોટોરોલના પ્રિમિયમ બ્રાન્ડ પ્રસ્તાવ અને ફ્લિપકાર્ટની જુદા જુદા ગ્રાહકોના વર્તણુકની સમજને આધારે હશે.
છેલ્લા વર્ષમાં, ફ્લિપકાર્ટ અને મોટોરોલા સાથે મળીને બજારમાં બ્રાન્ડના કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ પોર્ટફોલીયોને તૈયાર કરવા માટે કામ કરી રહ્યાં હતા જેમાં ખુબ જ તીવ્રતાથી વધતા ટેક્નોલોજીકલ બદલાવો જોવા મળ્યાં હતાં. ફ્લિપકાર્ટ પાસે ગ્રાહકોના પ્રત્યુત્તર અને આંતરદ્ષ્ટિ મેળવવા માટે મજબુત ટ્રેક રેકોર્ડ છે જેથી ઉચ્ચ રીતે સંલગ્ન અને બેસ્ટ-ઈન-ક્લાસ પ્રોડ્કટ એક્સપિરિયન્સને તેમના ભારતભરમાં વધતા ગ્રાહકો માટે બહાર લાવી શકે. બંન્ને વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી મોટોરોલાના ગ્રાહકો માટે નવીનતા અને પ્રિમિયમ ઓફરીંગ લાવવાના સિદ્ધાંતોને પ્રદર્શિત કરે છે અને ગમતી ડિઝાઈનને તૈયાર કરવામાં આવી છે.
જાહેરાત વિશે વાત કરતાં, શ્રી પ્રશાંત મની, કંટ્રી હેડ અને મેનેજીંગ ડિરેક્ટર, મોટોરોલા ઈન્ડિયા જણાવે છે કે, લગભગ 100 વર્ષ ટ્રાયબ્લેઝિંગ નવીનતાની યાત્રા સાથે, મોટોરોલા ઘણીવાર પહેલ કરનાર અને હંમેશા એવી નવીનતા પુરી પાડવા જેનું મહત્વ હોય તેમાં માન્યું છે. આ વારસો ચાલુ રાખતાં, અમે ફ્લિપકાર્ટ સાથે અમારી સ્માર્ટ હોમ એપ્લાયન્સિસની ભારતમાં રજૂઆત કરતાં આનંદ અનુભવીએ છે. સાચા અર્થમાં સ્માર્ટ અને રેવોલ્યુશનરી રેન્જના રેફ્રીજરેટર્સ, વોશીંગ મશીન્સ, અને એર કંડીશનર્સ સાથે, અમે ભારતીય ગ્રાહકો માટે બહોળી શ્રેણીના પરિવર્તનશીલ અનુભવો પુરા પાડવા ઈચ્છીએ છે. આ જાહેરાત અમારી ફ્લિપકાર્ટ સાથેની ભાગીદારીની વૃદ્ધિ પણ દર્શાવે છે અને અમને અમારા હાલના પોર્ટફોલીયો જેમાં સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી અને કોમ્પ્રીહેન્સીવ સ્યુટ ઓફ હોમ એપ્લાયન્સીસ સાથેના હોમ ઓડીયો જે સ્માર્ટ લીવીંગને પુનઃવ્યાખ્યાયીત કરે છે તેનો સમાવેશ થાય છે તેને પુરક બનાવવામાં મદદ કરે છે.
દેવ ઐયર, વાઈસ પ્રેસીડેન્ટ – પ્રાઈવેટ બ્રાન્ડ્સ – ફ્લિપકાર્ટ જણાવે છે કે – એક કંપની તરીકે, અમને હોમ-ગ્રોઉન પ્લેટફોર્મ તરીકે ઓળખાવવામાં ગર્વ છે જે ભારતીય ગ્રાહકોની રગે રગ જાણે છે અને એવી પ્રોડક્ટ્સ રજુ કરે છે કે જે હાલની અને ભવિષ્યની માંગને સમજીને જીવનમાં લાવે છે. ગ્રાહકો વધુમાં વધુ સ્માર્ટર લાઈફસ્ટાઈલ તરફ વળી રહ્યાં છે અને મોટોરોલાના આવનાર ટોપ-ઓફ-લાઈન સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ સાથે, તેઓ તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવામાં સક્ષમ બનશે. અમારી વ્યુહાત્મક ભાગીદારી અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અને આધુનિક પ્રોડક્ટ્સ પુરી પાડવા માટે કરવામાં આવી છે અને અમે તહેવારોની સીઝન પહેલા – એક સમયગાળો જે દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તેના માટે મોટોરોલા સાથે ભાગીદારી કરીને તેમની ઓફરીંગને વેગ આપવામાં ખુશી અનુભવીએ છે.
હોમ એપ્લાયન્સિસમાં તેમની શરૂઆત કરવાની સાથોસાથ, મોટોરોલા ફ્લિપકાર્ટ સાથેની ભાગીદારી મોટોરાલાના સ્માર્ટ ટીવી રેન્જ તથા હાલમાં રજૂ કરેલ હોમ ઓડિયો રેન્જને તેના પ્લેટફોર્મને તેના પ્લેટફોર્મ પર વિસ્તૃત કરવા માટે તૈયાર છે અને બધુ જ આવનાર તહેવારોની સીઝન માટે.
ઓપરેશન અને વૈયક્તિકરણની સરળતા ઉપરાંત, આવા સ્માર્ટ હોમ એપ્લાયન્સીસમાં ગ્રાહકના સ્માર્ટફોન / રીમોટ કંટ્રોલ પરના બટનને ક્લિક કરવાથી આખા ઘરનાં લોકોને પરિવર્તન અને જીવંત કરવાની ક્ષમતા છે. ઉદ્યોગના અહેવાલો મુજબ, ભારતીય સ્માર્ટ હોમ માર્કેટ 2022 સુધીમાં આશરે 6 અબજ ડોલર થવાની ધારણા છે, અને વૈશ્વિક સ્તરે આ સંખ્યા .4$..4 billion અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે વિશ્વભરના સ્માર્ટ ડિવાઇસીસ માટેની વિશાળ વૃદ્ધિની તક દર્શાવે છે.