મૌની કાળા ચશ્મા અને માંગમાં સિંદૂર ભરી એરપોર્ટ પહોંચી

મૌનીના લુકે ફેન્સનું દિલ જીતી લીધુ
મૌની રોયને એરપોર્ટ પર સપોટ કરવામાં આવી જ્યાં તે હંમેશાની જેમ સ્ટાઇલિશ અંદાજમાં જાેવા મળી હતી
મુંબઈ,મૌની રોયને એરપોર્ટ પર સપોટ કરવામાં આવી જ્યાં તે હંમેશાની જેમ સ્ટાઇલિશ અંદાજમાં જાેવા મળી હતી. પરંતુ આ સ્ટાઇલની સાથે જે રીતે તે પોતાની પરંપરાઓને પ્રેમથી નિભાવતી જાેવા મળી તે જાેઈને દરેક તેના લુક્સની પ્રશંસા કરી રહ્યાં છે.
મૌની રોય કેટલી સ્ટાઇલિશ અને બોલ્ડ અભિનેત્રી છે તે તેની સ્ટાઇલ જાેઈને ખ્યાલ આવી જાય છે. આ હસીના હંમેશા ઘરેથી સ્ટાઇલિશ લુક સાથે નિકળે છે અને આ વખતે તેના લુકે ફેન્સનું દિલ જીતી લીધુ છે. બ્લેક આઉટફિટ, આંખો પર કાળા ચશ્મા લગાવી મૌની બધાનું દિલ જીતી રહી છે.
મૌનીનો આ લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને બધા તેની ચર્ચા કરી રહ્યાં છે. મૌની રોયને આજે અનોખા અંદાજમાં એરપોર્ટ સપોટ કરવામાં આવી જ્યાં તેની તસવીરો પૈપરાજીએ કેમેરામાં કેદ કરી લીધી હતી. બ્લેક આઉટફિટની સાથે મૌનીએ વ્હાઇટ શૂઝ પહેર્યા હતા તો હાથમાં બેગ હતી.
આ વર્ષે ૨૭ ફેબ્રુઆરીએ મૌની રોયે પોતાના મિત્ર સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ મૌની માંગમાં સિંદૂર લગાવીને જાેવા મળે છે. તો આ મોર્ડન લુકની સાથે સિંદૂર લગાવવો સોશિયલ મીડિયા યૂઝર્સને ખુબ ઇમ્પ્રેસ કરી રહ્યો છે. નાગિન સીરિયલથી ઘર-ઘરમાં ફેમસ થયેલી મૌની હવે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચુકી છે.
અક્ષર કુમાર સાથે ફિલ્મ ગોલ્ડ કર્યા બાદ હવે તે બ્રહ્માસ્ત્રમાં જાેવા મળવાની છે. આ ફિલ્મમાં તે મહત્વના પાત્રામાં જાેવા મળશે. હાલ તે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.ss1