પતિ સાથે હાલ બેબી પ્લાનિંગ કરવાનો મૌનીને નથી કોઈ વિચાર
મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીની કોઈ પણ એક્ટ્રેસના લગ્ન થાય એટલે તરત જ તેને બેબી પ્લાનિંગ કે ફેમિલી પ્લાનિંગ વિશે સવાલ કરવામાં આવે છે. ટીવીમાંથી બોલિવુડમાં પગ મૂકનારી હોટ એક્ટ્રેસ મૌની રોય સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે.
નાગિન તેમજ દેવો કે દેવ મહાદેવ જેવા ટીવી શોથી પોપ્યુલર થયેલી અને હાલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતાને એન્જાેય કરી રહેલી એક્ટ્રેસ જાન્યુઆરી, ૨૦૨૨માં બિઝનેસમેન સૂરજ નામ્બિયારને પરણી હતી. બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું અને ત્યારબાદ ગોવામાં સાઉથ ઈન્ડિયન અને બંગાળી વિધિથી લગ્ન કર્યા હતા.
ત્યારથી બંને ક્યારેય પણ ફેન્સને કપલ ગોલ્સ આપવામાં નિષ્ફળ રહ્યા નથી. શું તેઓ બેબી પ્લાનિંગ કરી રહ્યા છે કે કેમ તે વિશે એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ઘણીવાર પરિવાર તરફથી પણ મહિલા પર બેબી પ્લાનિંગ માટેનું પ્રેશર રહે છે.
જાે કે, આ બાબતમાં મૌની રોય નસીબદાર છે. બોલિવુડ લાઈફ ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં મૌની રોયે કહ્યું હતું કે, તેના પિયર કે સાસરામાંથી કોઈ પણ તેને બાળક લાવવા અંગે વિચારવાનું કહેવું હતું. હકીકતમાં, તેઓ તમામ ખૂબ જ સપોર્ટિવ છે અને જે રીતે તેનું કરિયર આગળ વધી રહ્યું છે તે માટે ખુશ છે.
આ સિવાય તેના અને સૂરજના લગ્નને હજી આઠ મહિના જ થયા છે. તેથી, માતૃત્વ વિશેની વાત હાલ તેના મગજમાં નથી અને તે કરિયર પર ફોકસ કરવા માગે છે. મૌની રોયની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસ પહેલા જ ટિ્વટર પર તેના બોયકોટની માગ ઉઠી હતી. તેના પર હાલમાં રિએક્ટ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘મને આવી વાતો પરેશાન કરતી નથી. પરંતુ મને એમ નથી સમજાતું કે ફિલ્મ જાેયા વગર કોઈએ કેમ ખરાબ લખવું જાેઈએ.
ફિલ્મ જાેયા બાદ જાે તમને ન ગમે તો તમારે વ્યક્ત કરવું જાેઈએ. પરંતુ આવા લોકો ભ્રામક હોય છે, તે સ્ક્રીન પાછળ છુપાઈ છે. તેમની પાસે કરવા માટે કંઈ હોતું નથી અને વધારાનો સમય હોય છે. તેથી આવું બધુ કરીને તેઓ સમય વેડફે છે’. જણાવી દઈએ કે, મૌની રોય અગાઉ ફિલ્મ ‘ગોલ્ડ’ અને ‘મેડ ઈન ચાઈના’માં જાેવા મળી હતી.SS1MS