ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવી છે મૌની રોયની બદમાશ રેસ્ટોરન્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/Mouny-Roy-1024x768.jpg)
મુંબઈ, ટીવી સિરીયલ અદાકાર મૌની રૌયે હાલમાં મુંબઇમાં પોતાની રેસ્ટોરન્ટ બદમાશ ઓપન કરી છે. મૌની રોયે પોતાની આ રેસ્ટોરન્ટની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. આ તસવીરોમાં અદાકાર મૌની રોય પોતાની રેસ્ટોરન્ટની તસવીર લેતા નજરે પડી રહી છે. અદાકાર મૌની રોયે આ નવી રેસ્ટોરન્ટ માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યુ હતુ.
જો કે હવે એક્ટ્રેસની આ રેસ્ટોરન્ટની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને તમને પણ અહીં જવાની ઇચ્છા થઇ જશે. અદાકાર મૌની રોયના રેસ્ટોરન્ટની તસવીરો ફેન્સનું દિલ જીતી રહી છે. આ રેસ્ટોરન્ટનું મેનુ પણ બધા કરતા હટકે છે. આ તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ફૂડ પણ કેટલું સુપર ટેસ્ટી હશે. આ રેસ્ટોરન્ટમાં તમે એક વાર જશો તો વારંવાર જવાનું મન થશે. બદમાશ રેસ્ટોરન્ટનો એકદમ ક્લાસી લુક છે. રેસ્ટોરન્ટનું ઇન્ટિરીયર પણ અંદરથી જબરજસ્ત છે. મૌની રોયની આ રેસ્ટોરન્ટ પૂરી જંગલ થીમ પર બનાવવામાં આવી છે.
જંગલ થીમ રેસ્ટોરન્ટનો લુક વધારવાનું કામ કરે છે. બાળકોથી લઇને મોટા.એમ દરેક લોકોને એક નજરે ગમે જાય એવી હટકે થીમ છે. હોટલમાં જમવા બેસો એટલે તમને કંઇક અલગ જ ફિલિંગ આવે છે.
મિડીયા રિપોર્ટ અનુસાર મૌની રોયની મુંબઇમાં બે રેસ્ટોરન્ટ છે. જેની તસવીરો સામાન્ય રીતે એક્ટ્રેસ શેર કરતી રહેતી હોય છે. આ તસવીરો જોઇને ફેન્સ વખાણ કરવા લાગ્યા છે અને જાતજાતની કોમેન્ટ્સ કરવા લાગ્યા છે. મૌની રોયે જ્યારે આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યુ એમાં ટોચની હસ્તીઓ સામેલ થઇ હતી. આ સમયે મૌની રોયે મેટાલિક ગોલ્ડ ડ્રેસ પહેર્યો છે.
આ ડ્રેસમાં મૌની સુપર હોટ લાગી રહી છે. મૌનીનો આ ડ્રેસ એની હોટનેસમાં વધારો કરવાનું કામ કરે છે. મૌની રોયે બેંગલુરુ સ્થિત ઉદ્યોગતિ સુરજ નામ્બરિયાર સાથે લગ્ન કર્યા છે. મળતી માહિતી અનુસાર મૌની રોયની આ રેસ્ટોરન્ટમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ છે. આમ વાત કરવામાં આવે તો ઘણાં બધા બોલિવૂડ સ્ટાર્સે પોતાની રેસ્ટોરન્ટ મુંબઇના અલગ-અલગ વિસ્તારમાં ઓપન કરી છે.SS1MS