Western Times News

Gujarati News

ગિફ્ટ સિટીમાં ગ્લોબલ હાઇડ્રોજન ટ્રેડિંગ માટે મિકેનિઝમ વિકસાવવા એમઓયુ થયા

GSPC અને IGXએ હાઇડ્રોજન ઇન્ડેક્સ બનાવવા માટે પ્લેટફોર્મ વિકસાવવા એમઓયુ કર્યા

ગાંધીનગર, ગિફ્ટ સિટી ખાતેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરે (IFSC) ગ્લોબલ હાઇડ્રોજન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવા માટે ઈન્ડિયન ગેસ એક્સચેન્જ (આઈજીએક્સ) અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) સાથે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં આ પ્રકારની સૌ પ્રથમ એવી આ પહેલ ગિફ્ટ સિટીને ઊભરતા ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્રના અગ્રીમ મોરચે મૂકશે. MOUs signed to develop mechanism for Global Hydrogen Trading in GIFT City

આ સહયોગનું મહત્વનું પાસું હવે પછી લોન્ચ થનારો ગ્લોબલ હાઇડ્રોજન પ્રાઇઝ ઇન્ડેક્સ છે. આ એક એવો બેન્ચમાર્ક છે જે ભારતમાં ઊભરતા ગ્રીન હાઇડ્રોજન માર્કેટમાં પ્રાઇઝ ડિસ્કવરી અને માર્કેટ ઇન્ફોર્મેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મિકેનિઝમ પારદર્શકતા વધારશે, રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારશે અને વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન માર્કેટના વિકાસને આગળ વધારશે તેવી સંભાવના છે.

ગિફ્ટ સિટી સેઝ ભારતમાં નોટિફાઇડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર છે. હાલ ગિફ્ટ સિટી આઈએફએસસીમાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક વર્ટિકલ્સ કાર્યરત છે. આ ઉપરાંત, ગોલ્ડ અને સિલ્વર જેવી કોમોડિટીઝના પણ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થકી મોટાપાયે સોદા થાય છે. ગિફ્ટ આઈએફએસસીનો હેતુ કોમોડિટીઝ સહિત ગ્લોબલ સિક્યોરિટીઝના ટ્રેડિંગને વિકસાવવા તથા તેને પ્રોત્સાહન આપવાનો તથા વિશ્વભરમાં સોદા થતા હોય તેવી કોમોડિટીઝ માટે કિંમતો મેળવવા માટે લીડરશીપ ઊભી કરવાનો છે. ઈન્ડિયન ગેસ એક્સચેન્જની સાથે મળીને જીએસપીસી હાઇડ્રોજન માટે ઇન્ડેક્સ બનાવવા મિકેનિઝમ વિકસાવશે તથા ગિફ્ટ આઈએફએસસીમાં સોદા કરવા માટે વૈશ્વિક સંસ્થાનોને આકર્ષશે.

ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુક્રવારે એમઓયુ પર હસ્તાક્ષરની વિધિ સંપન્ન થઈ હતી જે આધુનિક ટકાઉ ઊર્જા ઉકેલો માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. એમઓયુ પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમમાં આઈજીએક્સના સીઈઓ શ્રી રાજેશ કે. મેદિરત્તા, ગિફ્ટ સિટીના આઈએફએસસી વિભાગના હેડ શ્રી સંદીપ શાહ અને જીએસપીસીના એમડી શ્રી મિલિંદ તોરવાણે પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.