20 થી વધુ વિદ્યાર્થીવાળા કોચિંગ સેન્ટર્સ રહેણાંક વિસ્તારમાંથી ખસેડોઃ હાઈકોર્ટ
રહેણાંક ઈમારતમાં ચાલતા કોચિંગ સેન્ટર્સમાં વિધાર્થીઓના જીવનું જોખમ હોય છેઃ કોર્ટ
(એજન્સી)નવીદિલ્હી, રહેણાક વિસ્તારોમાં કોચીગ સેન્ટર્સના કારણે થતી પરેશાની દેશના લગભગ દરેક મોટા શહેરની સમસ્યા છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આવા કોચીગ કલાસને કોમર્શીયલ વિસ્તારોમાં ખસેડવાનો ચુકાદો આપ્યો છે. ર૦થી વધુ વિધાર્થી ધરાવતા કોચીગ સેન્ટર્સ રહેણાક વિસ્તારમાં કામ નહી કરવાનો આદેશ અપાયો છે.
કોચીગ ફેડરેશન એફ ઈન્ડીયાની પીટીશન અંગે સુનાવણી કરતી વખતે કાર્યકારી ચીફ જસ્ટીસ મનમોહનની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, રહેણાક ઈમારતમાં કાર્યરત કોચીગ સેન્ટર્સનું સંચાલન વિધાર્થીઓના જીવના જોખમે કરાય છે. આવી ઈમારાતોમાં બે નિસરણી સહીતનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર હોતું નથી. કોર્ટે કોચીગ ફેડરેશનને કહયું હતું કે, હજારો વિધાર્થીઓ તમારા વર્ગોમાં આવે છે.
તમારેશ રેસીડેન્સીયલ બિલ્ડીગમાં સેન્ટર ચલાવવું જોઈએ નહી. તમારા વર્ગ કોમર્શીયલ બિલ્ડીગમાં ખસેડો. જજ મનમીત અરોરાએ જણાવ્યું હતું કે, તમે વિધાર્થીઓની સંખ્યા ર૦થી વધુ હોય તો તમે રહેણાક વિસતારમાં કામ કરી શકો નહી.”
કોચીગ ફેડરેશન કોર્ટને કોચીગ સેન્ટર્સને “એજયુકેશનલ બિલ્ડીગ્સમાં સામેલ કરવા માંગ કરી હતી. જેમાં તેમણે ફાયર સેફટી માટે ચોકકસ પગલાં લેવા જરૂરી હોય છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ર૦ર૦માં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી ડીડીએ તેના “યુનિફાઈડ બિલ્ડીગબાય લો ર૦૧૬માં ફેરફાર કર્યો હતો. અને એજયુકેશન બિલ્ડીગને કોચીગ સેન્ટર્સમાં સામેલ કર્યાય હતા. કોર્ટે કોચીગ સેન્ટર્સની ફાયર સેફટીના મુદાની સુનાવણી અન્ય ડીવીઝન બેન્ચ દ્વારા કરવા શુક્રવારની મુદત આપી હતી.