અમદાવાદથી 10 કિમી દુર એનીમલ હોસ્ટેલ બનાવવાની દિશામાં મ્યુનિ.ની હીલચાલ
રખડતાં ઢોરનાં મામલે હાઈકોર્ટનાં વલણને જાેતાં મ્યુનિ. સત્તાધીશોએ કલેકટર પાસે જમીનની માંગણી કરી
(એજન્સી)અમદાવાદ, શહેરના માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા હલ કરવા સાતેય ઝોનમાં મ્યુનિ.ની સઘન ઝુંબેશ છતાં હજુય સમસ્યા સો ટકા નહી થતાં મ્યુનિ. સત્તાધીશોએ હવે શહેરથી ૧૦ કિલોમીટર દુર એનીમલ હોસ્ટેલ બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રોડ પર રખડતાં ઢોરની સમસ્યાને લઈ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અને કાનુની સેવાવ સત્તામંડળના છેલ્લા રીપોર્ટા બાદ મ્યુનિ. તંત્રની હાલત કફોડી બને તેમ છે. જાેકે મ્યુનિ. કમીશ્નર એમ.થેન્નરસને તો છેલ્લા કેટલાય સમયથી રખડતાં ઢોરની સમસ્યા હલ કરવા માટે સીએનસીડી ખાતાની સાથે સાત ઝોનમાં જુદા જુદા ખાતાના કર્મચારીઓ અને આસી. કમીશ્નર સુધીના અધિકારીઓને કામ લગાડી દીધા છે.
મ્યુનિ.ની.સઘન ઝુંબેશની સામે પશુપાલકો વિવિધ રીતે વિરોધ અને સંઘર્ષ કરી રહયાં છે. તેમ છતાં રોડ ઉપર રખડતાં ઢોરની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જાેવા મળી રહયો છે.
રખડતાં ઢોરની સમસ્યા હળવી બની ગઈ હોવા છતાં કમીશ્નરે તમામ ઝોનમાં રોડ પર ભરાતા શાકભાજી બજારનો કચરો રોડ ઉપરશ ભરાતા શાકભાજી બજારનો કચરો રોડ ફેકાતો રોકવા તેમજ રખડતાં ઢોરથી થતાં અકસ્માતમાં સ્પોટ અને હોટસ્પીટની માહિતી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સંબંધીત ખાતાને સુચના આપી છે.
શહેરના કેટલાક ચોકકસ વિસ્તારોમાં હજુ પણ રખડતાં ઢોરે જાેવા મળતાં હોવાની માહિતી કમીશ્નરને મળે છે. અને તેઓ સવારમાં રાઉન્ડમાં નીકળે છે. ત્યોર તેમને પણ ઢોર જાેવા મળી જાય છે. તેવી આવા સ્પોટ ઉપરથી ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવા તાકીદ કરી છે.
સુત્રોએ સ્વીકાર્યું કે હાલ મ્યુનિ. પાસે ૩ જ કેટલ પોન્ડ ઢોર પુરવાના ડબા છે. તે પણ રખડતાં ઢોરથી ભરાઈ ગયાં છે કે તેથી કમીશ્નરે ઉત્તર પશ્ચિમ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં નવા કેટલા પોન્ડ બનાવવામાં પ્લોટ ફાળવ્યા છે. તેમાં સીવીલ વર્કની કામગીરી ચાલી રશહી છે.
તેમ છતાં જે પશુપાલક પાસે ઢોર રાખવાની પોતાનો ઢોર અન્યત્ર રાખવા ઈચ્છતા હોય તેમના માટે શહેરથી પાંચ દસ કિલોમીટર દુર એનીમલ હોસ્ટેલ બનાવવાની કવાયત પણ મ્યુનિ.એ. હાથ ધરી છે. તેના ભાગરૂપે જીલ્લા કલેકટર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે.