ખાનગી કોન્ટ્રાકટરના સફાઈ કર્મીને મ્યુનિ.માં કાયમી કરવા હિલચાલ
(એજન્સી)અમદાવાદ, બોપલ-ધુમા નગરપાલિકા તથા કઠવાડા અને ચિલોડા પંચાયતનો મ્યુનિ. હદમાં વિસ્તરણ કરી દેવાયા હતા. બાદ બોપલ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોને મ્યુનિ.માં કાયમી કરવાના મામલે ભારે વિખવાદ બાદ હવે ચુપકેથી ખાનગી કોન્ટ્રાકટરોના કર્મચારીઓને પણ મ્યુનિ.માં સમાવી લેવાની હીલચાલ હાથ ધરાઈ હોવાનુું જાણવા મળ્યું છે.
મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક વર્ષો અગાઉ ઔડા વિસ્તારની પાલીકા અને પંચાયતોનો મ્યુનિ.હદમાં સમાવેશ કરાયો તે પહેલાં ત્યાં પ્રમુખ અને અધિકારીઓની મુનસફીથી ગમે તેને નોકરી રાખી લેવાતા હતા. એટલું જ નહી રાજકીય વગ ધરાવનારાઓને તો કાયમી કરી દેવાયા હતા.
મ્યુનિ. હદમાં સમાવેશ બાદ પશ્ચિમ અને પુર્વ ઔડા વિસ્તારની પાલીકા-પંચાયતોના કર્મચારીઓને મ્યુનિ.માં સમાવવા પડયા હતા. અને તેમના કારણે મ્યુનિ.તિજાેરી ઉપર પગાર અને પેન્શન સહીતનો બોજ વધી જવા પામ્યો હતો. તેમ છતાં રાજકીય કારણોસર બુપલ-ધુમા નગરપાલિકા અને કઠવાડા તથા ચિલોડા પંચાયતના છેલ્લે મ્યુનિ.હદમાં સમાવેશ કરી દેવાયો હતો.
ત્રણ પાલીકા-પંચાયતોના કર્મચારી પૈકી જે ફુલટાઈમ પાર્ટટાઈમ, રોજીંદા હોય કે ફીકસ વેતનવાળા હોય તેવાને મ્યુનિ.માં હયાત નીતી પ્રમાણે કાયમી થઈ શકે નહી તેમના માટે શાસક ભાજપની સુચનાથી જ ખાસ કેસ તરીકે તેમની લાયકાત પ્રમાણે નવી જગ્યા ખોલવા અને તેમને જુદા જુદા ખાતામાં સમાવવા અંગેની વિવાદાસ્પદ દરખાસ્ત કોઈઅકળ કારણોસર-સ્ટે કમીટીએ બાકી રાખી હોવાનું જાણવા મળ્યું છે.