ફિલ્મ ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’ની સિકવલ બનશે

આ ફિલ્મને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રશંસા મળી હતી
માત્ર ૩ કરોડ રૂપિયાના નજીવા બજેટમાં બનેલી મૂળ ફિલ્મે તેના બધા વર્ઝનમાં લગભગ ૭૨ કરોડ રૂપિયાની કમાણી કરીને સનસનાટી મચાવી હતી
મુંબઈ,
બોલિવૂડની ક્લાસિક સ્લીપર હિટ ફિલ્મ ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’નો બીજો ભાગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રશંસા મળી. ફિલ્મનું એક ગીત એટલું લોકપ્રિય થયું કે તેનું આખું બજેટ વસૂલ થઈ ગયું.અભય દેઓલ, નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા ધૂપિયા સ્ટારર ડાર્ક કોમેડી ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’ ની સિક્વલની લાંબા
સમયથી રાહ જોવાઈ રહી હતી અને આખરે એક ટિ્વસ્ટ સાથે તેના બીજા ભાગ માટે તૈયાર થઈ ગઈ છે. આ વખતે, આ અંધાધૂંધી મુંબઈની લોકલ ટ્રેનોમાં નહીં, પરંતુ અમેરિકન દેશ ચિલીમાં શાનદાર રાતના સીન સાથે થશે.
કલ્ટ ક્લાસિક ફિલ્મના લેખોક-દિગ્દર્શક સંજય ખંડુરીએ આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે આ સિક્વલ જબરદસ્ત અને ગ્લોબલ બનવાની છે.માત્ર ૩ કરોડ રૂપિયાના નજીવા બજેટમાં બનેલી મૂળ ફિલ્મે તેના બધા વર્ઝનમાં લગભગ ૭૨ કરોડ રૂપિયાની કમાણી કરીને સનસનાટી મચાવી હતી. ફિલ્મની કહાની ખૂબ જ અનોખી હતી. મુંબઈમાં હીરોની છેલ્લી લોકલ ટ્રેન ચૂકી ગયા પછી એક જ રાતમાં બનેલી રોમાંચક ઘટનાઓની કહાની વિદેશમાં વ્યાપકપણે ગુંજતી રહી.હવે, સંજય ખંડુરીએ આ કહાનીના પ્લોટને બદલવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું, ‘આ વખતે, જ્યારે છેલ્લી ટ્રેન ચૂકી જશે ત્યારે શું થશે, મુંબઈમાં નહીં પણ વિદેશી ભૂમિમાં, તે વાર્તામાં એક નવો રોમાંચક વળાંક લાવશે.
સંજય ખંડુરીએ શરૂઆતમાં મોરોક્કોમાં શૂટિંગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ચિલી સરકાર દ્વારા સ્પોન્સર્ડ પાંચ દિવસની યાત્રા બાદ તેમણે પોતાનો પ્લાન બદલી નાખ્યો.તે દેશના સિનેમેટિક સ્થળોથી આકર્ષાયો હતો, જેમાં અટાકામા રણથી લઈને વાલ્પરાઈસોની ટેકરીઓ અને સેન્ટિયાગોની રાત્રિઓનો સમાવેશ થતો હતો. તેમણે ચિલીને ફિલ્મ મેકરનું સ્વપ્ન ગણાવ્યું. સંજય ખંડુરીએ કહ્યું, ‘મોટાભાગના વાઇટ યુરોપિયનોથી વિપરીત, અહીંના લોકો ભારતીયો જેવા છે.’ તેમનો રંગ, ચહેરો, કાળા વાળ અને એક અદ્ભુત સ્મિત છે. આ બોલિવૂડ માટે પરફેક્ટ છે.ચિલીમાં સિક્વલ જવાનું કોઈ સંયોગ નથી. પહેલી ફિલ્મ ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’ ને ‘મેક્સિકો’ માં ખૂબ લોકપ્રિયતા મળી. ત્યાં ઘણા પુરસ્કારો જીત્યા અને સંજય ખંડુરીનો ઉદ્દેશ્ય સંબંધોને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું, ‘ચિલીના યુવાનો બોલિવૂડ સંગીત અને ડાન્સને પ્રેમ કરે છે.