કેદીઓના વાહન પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો…
નવી દિલ્હી, ફ્રાન્સમાં એક કેદીને છોડાવવા માટે બદમાશોએ જેલ વાન પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કર્યો હતો. બંદૂકધારી હુમલાખોરોના ગોળીબારમાં બે પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું કે ગુનેગારોને પકડવા માટે એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં ડ્રગ સંબંધિત હિંસાની વધતી ઘટનાઓ વચ્ચે આયોજિત હુમલો થયો છે.
આ ઘટના ઉત્તરી ફ્રાન્સના યુરે પ્રદેશમાં ઇન્કારવિલેમાં એક ટોલ બૂથ પર સવારે ૯ વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ અજાણ્યા હુમલાખોરો અને કેદીઓો સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પરના ચિત્રોમાં ઓછામાં ઓછા બે માસ્ક પહેરેલા માણસો રાઈફલ્સ લઈને જ્વાળાઓમાં લપેટાયેલી એસયુવીની નજીક ફરતા દેખાય છે. એવું લાગી રહ્યું હતું કે જેલ વાનના આગળના ભાગમાં અથડાયા બાદ એસયુવીમાં આગ લાગી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલોમાં, ભાગેડુ કેદીની ઓળખ ૩૦ વર્ષીય મોહમ્મદ એ તરીકે થઈ છે.ફ્રાન્સના પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે માર્સેલીમાં તેની ઉશ્કેરણી પર હત્યા કરવામાં આવી હોવાની શંકા છે અને તે શહેરની શક્તિશાળી ‘બ્લેક’ ગેંગ સાથે સંબંધ ધરાવે છે.
ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિને કહ્યું કે ગુનેગારોને પકડવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે સમગ્ર યુરોપમાં ડ્રગ્સ ક્રાઈમ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અહીં કોકેઈનનું પૂર આવ્યું છે. ફ્રેન્ચ શહેર માર્સેલી ગેંગ વોરફેરનું કેન્દ્ર રહ્યું છે, ખાસ કરીને દાણચોરી કરતી ટોળકી વચ્ચેનો હિંસક સંઘર્ષ.SS1MS