MPના પૂર્વ નાયબ મુખ્યમત્રીના પુત્ર,વહૂ અને પૌત્રની હત્યા
રાયપુર: છત્તીસગઢના કોરબા જીલ્લામાં મધ્યપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પ્યારેલાલ કંવરના પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે.પોલીસે કહ્યું કે પ્યારેલાલ કંવરના પુત્ર વહૂ અને પૌત્રની અજાણ્યા લોકોએ કોરબા જીલ્લામાં હત્યા કરી છે.કોરબા જીલ્લાના ભૌસમા ગામમાં ત્રણના શબ મળ્યા હતાં પોલીસે કહ્યું કે આ ત્રણેયની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી છે.
કોરબાના પ્રભારી અભિષેક મીનાએ કહ્યું કે હરીશ કંવર,સુમિત્રા કંવર અને આશી કંવર ઉવ ૫ ઘરમાં મૃત જણાયા હતાં અમે લોકો મામવાની તપાસ કરી રહ્યાં છીએ કેટલાક શંકાસ્પદોને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ મંત્રી જય સિંહ અગ્રવાલ સહિત કોંગ્રેસના નેતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ હત્યા કયાં કારણોસર કરાઇ તે જાણી શકાયુ નથી