MPમાં ખતરનાક બીમારી ૬ જિલ્લાઓમાં એલર્ટ જાહેર

ભોપાલ, મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના ચોથા વેવના ભયની સાથે એક નવી ખતરનાક બીમારીએ પણ દસ્તક આપી છે. ઉંદરો દ્વારા ફેલાતા આ રોગનો પ્રકોપ પન્ના સહિત ૬ જિલ્લામાં જાેવા મળી રહ્યો છે, જેના કારણે પન્ના સહિત સતના, દમોહ, સીધી, સિંગરૌલી, બાલાઘાટ,જબલપુર જિલ્લામાં સ્ક્રબ ટાયફસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય સંશોધન સંસ્થા જબલપુર લેબએ આ રોગના કેસોની પુષ્ટિ કરી છે. એલર્ટ જાહેર થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પહેલા પણ ૨૦૨૧માં રાજ્યના જબલપુર અને મંદસૌર જિલ્લામાં આ રોગના લગભગ ૧૭ કેસ નોંધાયા હતા, જ્યારે ૫૨ દર્દીઓ શંકાસ્પદ જાેવા મળ્યા હતા. હાલમાં મધ્યપ્રદેશના તબીબી અને આરોગ્ય સેવાઓના નિયામક દ્વારા એલર્ટ જિલ્લાઓમાં AIIMS ભોપાલની મદદથી સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
સ્ક્રબ ટાયફસ ઓરિએન્ટા સુતસુગામુસી નામના બેક્ટેરિયમથી થાય છે. આ બેક્ટેરિયમ ઉપર રહેતા જીવાતના ચેપગ્રસ્ત લાર્વાથી થાય છે. જ્યારે ઉંદર માણસોને કરડે છે, ત્યારે જીવાતના ઓરિએન્ટા સુત્સુગામુસી નામના બેક્ટેરિયમથી ચેપગ્રસ્ત લાર્વા ઉંદરના ડંખના સ્થળે ફોલ્લીઓનું કારણ બને છે, જે પાછળથી ઘા તરીકે સુકાઈ જાય છે.પાછળથી તેઓ કાળા ફોલ્લીઓ જેવા દેખાવાનું શરૂ કરે છે