MPમાં પથ્થરમારો કરનારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

પ્રતિકાત્મક
ખરગોન, મધ્ય પ્રદેશના ખરગોન ખાતે રામનવમીના રોજ થયેલી હિંસા મામલે સરકાર એક્શનમાં આવી ગઈ છે. જિલ્લા પ્રશાસન બુલડોઝર લઈને ખરગોનના મોહન ટાકીજ વિસ્તારમાં પહોંચી ગયું હતું અને આરોપીઓના ઘર પર ફેરવી દીધું હતું.
સરકારી અધિકારીઓ પોલીસ ફોર્સની ઉપસ્થિતિમાં બુલડોઝર લઈને શહેરના છોટી મોહન ટોકીજ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને હિંસા કરનારા આરોપીઓના મકાનો ધ્વંસ્ત કરી નાખ્યા હતા.
જોકે કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મામુનું બુલડોઝર બળાત્કાર કરનારાઓ અને બળાત્કારીઓના સહયોગીઓ પર નથી ચાલતું. ફક્ત મોઢા જોઈને બુલડોઝર ચલાવવામાં આવે છે.’
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ હિંસામાં સામેલ લોકોની ઓળખવિધિ કરવામાં આવી છે અને તેમને માફ નહીં કરવામાં આવે. રામનવમીના અવસર પર ખરગોન ખાતે જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે.
મધ્ય પ્રદેશની ધરતી પર આવા તોફાની તત્વો માટે કોઈ જ સ્થાન નથી. આવા તોફાની તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.