Western Times News

Gujarati News

M&P હાઇસ્કુલ દાહોદ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો

આ પ્રસંગે નિબંધ અને વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિધાર્થીઓને બિરદાવવામાં આવ્યા

દાહોદ, સોમવાર : દાહોદ નગરની એમ.એન્ડ પી. હાઇસ્કુલ (Dahod M & P Highschool) ખાતે જિલ્લામાં ઉજવવામાં આવી રહેલા કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન સમારોહ (Career Planning Weekend Closing Ceremony) યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં નિબંધ અને વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને પારિતોષિક આપીને બિરદાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી એ.એલ.ચૌહાણએ જણાવ્યું કે, વિધાર્થીઓએ તેમના રસરૂચી ધરાવતા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી જોઇએ. તમને ગમતા ક્ષેત્રમાં નિપુણતાં હાંસલ કરો તો તમે કામ કરવાનો પણ આનંદ મેળવી શકશો અને સારી કારકિર્દીનું પણ ઘડતર કરી શકશો. તમારી કામગીરી સારી હશે તો સમાજને પણ તમે આપોઆપ ઉત્તમ પ્રદાન કરી શકશો.

કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં એમ.એન. હાઇસ્કુલના આચાર્ય શ્રી ડી.કે.પટેલે (Principal D. K. Patel) જણાવ્યું કે, વિધાર્થીઓએ સખત પરિશ્રમ કરીને ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરવું જોઇએ. કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓ અનુક્રમે પરમીલા ભાંભોર, વૃંદા પ્રજાપતી અને સચીન બામણીયા તથા વકૃત્વ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓ ફાતિમા સૈયદ, રોહિત મકવાણા, શીતલ પરમારને ઇનામ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા માહિતી વિભાગના માહિતી મદદનીશ, ગુજરાત રચનાત્મક સોસાયટીના નરેશ ચાવડા Naresh Chavda, લાયન્સ કલબના સૈફીભાઇ (Saifibhai Lions club) અને સારથી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના Sarthi Vikas Charitable trust પ્રમુખશ્રી તથા વિર્ધાથીઓ અને શિક્ષકો હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.