Western Times News

Gujarati News

નડીયાદ વિધાનસભા વિસ્તારના હોદેદારો-કાર્યકરો સાથે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ખેડા લોકસભા વિસ્તાર હેઠળ આવતી વિધાનસભાની બેઠકો પર સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો સાથે સંપર્ક કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ઘ્વારા સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાઈ રહયા છે.

જેમા આજે નડીયાદ વિધાનસભા બેઠકના સીનીયર નેતાઓ,હોદેદારો અને પાયાના કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બેઠક યોજી હતી.આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડીયાદ વિધાનસભાના સીનીયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ,મહામંત્રી અજયભાઈ બ્રહમભટ્ટ તથા નટુભાઈ સોઢા સહિત મોરચાના પણ હોદેદારો – કાર્યકરો,મંડલના હોદેદારો-કાર્યકરો પણ ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે અગાઉ આ પ્રકારની બેઠકો કપડવંજ,માતર,મહુધામા યોજાઈ ગઈ છે નડીયાદ અને ઠાસ૨ામાં આજે આ બેઠકોનું આયોજન કરાયુ છે.જેમા આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક બેઠક પર ભાજપના ઉમેદવાર કેવી રીતે જવલંત વિજય મેળવે તે માટે વ્યુ૨ચના સાથે ચિંતા ક૨વામાં આવી રહી છે.

વિપક્ષોના દુષ્પ્રચારનો સામનો કરી ભાજપ સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેમાટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે પણ સૌ કાર્યકરો સંગઠિત થઈ કમળના ચિન્હ ઉપર જે ઉમેદવાર આવે તેને ચૂંટી લાવવા આહવાન કરાયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.