MP:એક પતિ અને બે પત્નીઓ વચ્ચે અનોખો કરાર
ગ્વાલિયર, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક પતિ અને બે પત્નીઓ વચ્ચે અનોખો કરાર થયો અને વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ થયો. ગુરુગ્રામમાં તૈનાત એક સોફ્ટવેર એન્જીનિયર પરણેલો હોવા છતાં તેણે પોતાની સહકર્મીને પ્રેમ કરી બેઠો. MP: Unique contract between one husband and two wives
ખુદને કુંવારા બતાવીને પહેલા તો વિવાહીત એન્જીનિયર સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી. અમુક મહિના સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા.
આ બાજૂ પિયરમાં બેઠેલી પહેલી પત્ની એક દિવસ પતિને શોધતા શોધતા ગુરુગ્રામ પહોંચી ગઈ, ત્યારે જઈને પતિના બીજા લગ્નનો ખુલાસો થયો. પત્નીએ ગ્વાલિયર આવીને ફેમિલી કોર્ટમાં ભરણ પોષણને કેસ દાખલ કરવાની તૈયારી કરી, પણ કાઉંસિલર હરીશ દીવાને બંને મહિલાઓ અને પતિને બોલાવીને કાઉંસલિંગ દ્વારા અનોખું સમાધાન શોધી કાઢ્યું.
એન્જીનિયર પતિ બંને પત્નીઓને ગુરુગ્રામમાં જ અલગ અલગ ફ્લેટ અપાવી દીધો. કરાર અંતર્ગત પતિ ૩ દિવસ પહેલી પત્ની સાથે રહેશે અને ૩ દિવસ બીજી પત્ની સાથે રહેશે.
એક દિવસ ખાવાનું પહેલી પત્નીને ત્યાં ખાશે અને બીજા દિવસે ખાવાનું બીજી પત્નીને ત્યાં ભોજન લેશે. પતિ પોતાના ખર્ચ કાઢ્યા બાદ વધેલા પગારમાં બંને પત્નીને અડધા અડધા રૂપિયા આપશે. રવિવારે પતિ પોતાની મરજીનો માલિક રહેશે. બંને પત્નીઓએ રવિવારના દિવસે તેના પર કોઈ હક દાવો કરશે નહીં. પત્નીઓ વચ્ચેના આ અનોખા ભાગલા હાલમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.
ગ્વાલિયર નિવાસી ૨૮ વર્ષની યુવતીના ૫ વર્ષ પહેલા સોફ્ટવેર એન્જીનિયર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંનેને એક દીકરો થયો. લગભગ ૨ વર્ષ સુધી પતિ-પત્ની સાથે રહ્યા. વર્ષ ૨૦૨૦માં લોકડાઉન લાગ્યું તો, પતિ પોતાની પત્નીને ગ્વાલિયરમાં આવેલ પિયરમાં મુકીને ગયો.
આ દરમિયાન એન્જીનિયર પતિનું દિલ પોતાની સાથે કામ કરીર હેલા અન્ય એક યુવતી પર આવી ગયું. એન્જીનિયર ખુદ કુંવારો હોવાની વાત કહી સહકર્મી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યો અને થોડા મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા.
શખ્સને બીજી પત્નીથી દીકરી થઈ. બીજી તરફ લોકડઉન ખતમ થયું, જ્યારે પતિ લેવા આવ્યો નહીં તો પહેલી પત્નીને શંકા ગઈ. તે તુરંત ગુરુગ્રામ પહોંચી ગઈ અને તેણે બીજા લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ. બીજી પત્નીને પણ આ જાણીને ખૂબ આંચકો લાગ્યો કે, તેનો પતિ પહેલાથી પરણેલો છે.
ગુરુગ્રામમાં પતિ અને બંને પત્નીઓ વચ્ચે ભારે હોબાળો થયો. પહેલી પત્ની નારાજ થઈને ગ્વાલિયર કેસ કરવા માટે પહોંચી ગઈ. પહેલી પત્ની ગ્વાલિયર ફેમિલી કોર્ટ પહોંચી અને પોતાના પતિ વિરુદ્દ ભરણ પોષણનો કેસ દાખલ કરવાની તૈયાર કરવા લાગી.
આ દરમિયાન ફેમિલી કોર્ટના કાઉંસિલર હરીશ દીવાનની મુલાકાત યુવકની પ્રથમ પત્ની સાથે થઈ. કાઉંસિલર વકીલ હરીશ દીવાનની પહેલી પત્નીને પતિ સાથે જ રહેવા માટે સમાધાન કરાવ્યું.SS1MS