MPOC યુથ આઉટરીચ પ્રોગ્રામ ગુરુ નાનક ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ખાતે ક્યુલિનરી ટેલેન્ટને પ્રોત્સાહિત કરે છે
કોલકતા, ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ (એમપીઓસી) દ્વારા પ્રતિષ્ઠિત ગુરુ નાનક ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ખાતે આયોજિત તેના યુથ આઉટરીચ પ્રોગ્રામની સફળતાથી પૂર્ણાહુતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ક્યુલિનરી ક્રિયેશન્સમાં મુખ્ય સામગ્રી તરીકે પામ તેલની ઉત્તમ બહુમુખિતા અને સ્વાસ્થ્યના લાભો પર ભાર આપવામાં આવ્યો હતો. અનુભવી નિષ્ણાતો સાથે ઊભરતી ક્યુલિનરી પ્રતિભાઓને જોડીને ઈવેન્ટે વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
સ્પર્ધા એમેચર અને એક્સપર્ટ શ્રેણીમાં વહેંચવામાં આવી હતી, જેમાં દરેક ગ્રુપમાં 40 સુધી વિદ્યાર્થીઓનો સહભાગ જોવા મળ્યો હતો. એમેચર શ્રેણી 1લા અને 2જા વર્ષના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાઈ હતી, જેમાં સહભાગીઓને એક સ્ટાર્ટર બનાવવા થકી તેમની ક્યુલિનરી કુશળતા બતાવવા માટે 1 કલાક અને 30 મિનિટ અપાઈ હતી. આ સેગમેન્ટે યુવા પ્રતિભાઓને કૂકિંગ માટે તેમની ક્રિયાત્મકતા અન લગની વ્યક્ત કરવા માટે ફલક પૂરું પાડીને તેમના ક્યુલિનરી પ્રવાસ માટે મંચ સ્થાપિત કર્યો હતો.
એક્સપર્ટ શ્રેણી ખાસ 3જા અને 4થા વર્ષના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાઈ હતી, જેમાં સહભાગીઓએ 2 કલાક અને 30 મિનિટમાં તેમની ક્યુલિનરી નિપુણતા બતાવી હતી. આ શ્રેણીમાં વિદ્યાર્થીઓને શાકાહારી સ્ટાર્ટર, એક માંસાહારી મુખ્ય વાનગી અને એકમ્પિનિમેન્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પડકારે તેમની રસોઈકળાની કળાકારીગરીના હાર્તમાં પામ તેલ સાથે સુચારુ અને ઉત્તમ સંતુલિત વાનગી બનાવવાની તેમની ક્ષમતા આલેખિત કરી હતી.
સ્પર્ધામાં અજોડ ફ્લેવર અને પોષકીય લાભો માટે જાણીતા પામ તેલે સર્વ તૈયાર કરાયેલી વાનગીઓમાં મુખ્ય સામગ્રી તરીકે મુખ્ય સ્થાન લીધું હતું. રસોઈકળા ઉત્કૃષ્ટ પ્રદર્શિત કરવા સાથે આ ઈવેન્ટનો ધ્યેય સહભાગીઓ અને હાજરી આપનારાઓને પામ તેલના સક્ષમ ઉત્પાદન અને સ્વાસ્થ્યના લાભો વિશે માહિતગાર કરવાનો હતો.
ગુરુ નાનક ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટે આ ઈવેન્ટમાં તેમના સહભાગ માટે જોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ શૈક્ષણિર મોડ્યુલ મલેશિયન પામ તેલ અને તેના લાભો અને તેમાં ખાવાનું કેટલી સીરી રીતે બનાવી શકાય તે સમજવા અમને મદદરૂપ થવાનું હતું. માસ્ટર શેફ સ્પર્ધાએ પહેલી વાર પામ તેલનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓનું જ્ઞાન અને કુશળતા પ્રદર્શિત કરી હતી. અમારા વિદ્યાર્થીઓ માટે શીખવાનો આ ઉત્તમ અનુભવ હતો. આ માટે ભાવનાજી અને મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલનો ફરી એક વાર આભાર માનીએ છીએ. ”
યુથ આઉટરીચ પ્રોગ્રામ સ્પર્ધાથી પણ વિશેષ યુવા રસોઈકળા શોખીનો માટે તેમની પ્રતિભા બતાવવા, ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી શીખવા અને રસોઈકળાની દુનિયામાં પામ તેલના વિવિધ ઉપયોગને સન્મુખતા આપવા મૂલ્યવાન મંચ પૂરું પાડ્યં હતું. તે ઊભરતા શેફ માટે પાયો પથ્થર બની રહ્યો, જેણે ખાદ્ય અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આશાસ્પદ કારકિર્દી માટે માર્ગ કરી આપ્યો હતો.
આ ઈવેન્ટમાં ડો. પુબાલી ધર અને ડો. રંજન દાસ એમ બે નામાંરિત વક્તાએ વિદ્યાર્થીઓ સાથે પામ તેલના લાભોમાં મૂલ્યવાન અંતર્દષ્ટિ કરાવી હતી. તેમનું માર્ગદર્શન અને નિપુણતાએ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સહાય કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને રસોઈકળાના પ્રયાસમાં પામ તેલના મહત્ત્વ પર ભાર આપ્યો હતો.
આ ઈવેન્ટ બધા સહભાગીઓ માટે મંત્રમુગ્ધ કરનારો અને સહભાગી અનુભવ સિદ્ધ થયો હતો, જેણે નેટવર્કિંગ, લર્નિંગ અને રસોઈકળા કુશળતા બતાવવાની તક આપી હતી. એમપીઓસી ખાદ્યના શોખીનો, ઉદ્યોગના વ્યાવસાયિકો અને રસોઈકળા ઉત્કૃષ્ટતા માટે સ્પર્ધામાં આ પ્રતિભાશાળી યુવા શેફ સાથે જોડાનારા અને તેમને આપનારા લોકોના મનઃપૂર્વક આભારી છે.
મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલનાં ભાવના શાહે ગુરુ નાનક ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ખાતે યુવાનો સાથે મૂલ્યવાન જ્ઞાનનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સંબોધમાં પામ તેલની અજોડ વિશિષ્ટતાઓમાં ડોકિયું કરાવ્યું હતું અને ગ્રાહકો માટે તેને પોષક પસંદગી બનાવતા વિવિધ રસોઈકળાના ઉપયોગમાં તેની નોંધપાત્ર બહુમુખિતા, રસોઈ માટે તેના ઉચ્ચ સ્મોક પોઈન્ટ અને આરોગ્યવર્ધક ફેટી એસિડ્સના તેના અજોડ સંયોજનમાં પણ ડોકિયું કરાવ્યું હતું.
ઉપરાંત તેમણે પર્યાવરણ પ્રત્યે જવાબદારીની તેની કટિબદ્ધતા અધોરેખિત કરતાં પામ તેલ ઉદ્યોગમાં સક્ષમ પહેલો આલેખિત કરી હતી. તેમણે મલેશિયન પામ તેલનો 100 વર્ષનો ઈતિહાસ, તેના વૈશ્વિક લાભો અધોરેખિત કર્યા હતા અને માસ્ટરશેફ ટાઈટલ માટે તેમનો જોશ અને આ મૂલ્યવાન પાક વિશે શીખમાં તેમની રુચિની સરાહના કરી હતી. તેમણે તેમના એકધાર્યા પ્રયાસો અને વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હતું.