વડોદરાના PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ
વડોદરા, વડોદરા શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે સૌ થી તંદુરસ્ત,ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે. Mr. Arun Mishra a passionate exercise lover working as PSI in Vadodara City Police Force has been honored as the fittest cop of the State Police Force i.e. the healthiest, toughest and most energetic person.
તાજેતરમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે,કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામ ના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશ ને બિરદાવી હતી.
તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારી એ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને,તંદુરસ્તી જાળવવી જાેઈએ.આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છે.
અરુણ મિશ્રા એ આ સફળતા અંગે જણાવ્યું કે ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતા નથી.તેમને મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે.તેઓ તેના માધ્યમ થી સતત તંદુરસ્તી,ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે જે પોલીસ ફરજાેમાં ખૂબ ઉપયોગી છે.