Western Times News

Gujarati News

કોરોના કાળમાં લેખનના શોખથી દિશા મળી અને તૈયાર થયું પુસ્તક ‘મનની વાતો હૃદયથી’

Mr. Mahendra Patel, MD, Lincoln Pharma

લિંકન ફાર્માસ્યુટિકલ્સના એમડી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત પુસ્તકનું લોકાર્પણ થયું

અમદાવાદ, અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ લિખિત પુસ્તક ‘મનની વાતો હૃદયથી’નું આજે લોકાર્પણ થયું છે. Mr. Mahendra Patel, MD, Lincoln Pharmaceuticals with his book ‘Manni Vato Hridaythi’

પોતાના જીવન દરમિયાન તેમણે વાંચેલા વિવિધ વિચારવંત લેખો, વાચન-અનુભવમાંથી સાંપડેલા વૈચારિક લેખો તથા પોતાના પરિચયમાં આવેલ વ્યક્તિઓ તેમજ વિવિધ સ્થળોની મુલાકાતથી ઉદ્‌ભવેલ ઘટનાક્રમના લેખોનો સમન્વય કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

આ પુસ્તક અંગે શ્રી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે “મારી જીવનયાત્રામાં હું વિવિધ વ્યક્તિઓના પરિચયમાં આવ્યો અને અનેક શહેર, તીર્થસ્થાનો તેમજ વિદેશમાં વિવિધ દેશોમાં ફર્યો છું. જ્યાં પણ ગયો ત્યાં મારામાં રહેલી ઉત્સુકતાએ મને નવા સ્થળોને જોવામાં નવી દ્રષ્ટિ આપી છે.

આ દ્રષ્ટિથી મારા આંતર-ચિત્ત સાથે વાતચીત થતાં મનોમન કંઈક નવો જ વિચાર સ્ફૂરી રહેતો. આ વિચારને મારી ડાયરીમાં લખી લેતો અને સમય મળે ત્યારે તેને ઘાટ આપી કોઈ સંસ્મરણ કે ઘટનાસ્વરૂપે સંગ્રહી રાખતો. એકવાર વિવિધ ડાયરીઓને ફંફોસતાં જણાયું કે મારી પાસે એકત્રિત થયેલું લખાણ ઘણું છે.

આ લખાણને પુનઃ વાંચ્યું, સુધાર્યું અને એક નવી ચેતના મારામાં સળવળવા લાગી અને તે એ કે આ લેખોને પ્રિયજનો સમક્ષ પ્રસ્તુ કરું તો ? આ વિચાર-મનનથી સર્વ લેખોને એકત્રિત કરી, સરખો ઘાટ આપી પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનું વિચાર્યું.”

નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત ‘મનની વાતો હૃદયથી’ પુસ્તક Amazon.com, Flipkart.com તેમજ www.navbharatonline.com પરથી પણ ઓર્ડર કરી શકાશે.

‘મનની વાતો હૃદયથી’ પુસ્તક અંગે જાણીતા વિદ્વાનો અને નિષ્ણાંતોના પ્રતિભાવોઃ

“મહેન્દ્રભાઈની ભાષા સરળ અને ગળે ઊતરી જાય તેવી સાલસ છે. આ પુસ્તકમાં તેમણે કંડારેલાં પ્રસંગો તમામ વયની વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ છે.” – પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ

‘મનની વાતો હૃદયથી’ પુસ્તક દ્વારા વાચકો સાથે શ્રી મહેન્દ્રભાઈએ એક વિશાળ ફલક પર અનેક વિષયો આવરી લઈને જીવનોપયોગી સૂચનો સાથે સરળ, સૌમ્ય અને સંવેદનશીલ રીતે સંવાદ સ્થાપ્યો છે. ઈશ્વર, પ્રાર્થના, સત્ય, પ્રેમ, સુખ, ધીરજ, સંસ્કાર, શ્રદ્ધા, ક્ષમા, શિક્ષણ, મૃત્યુ અને સ્વર્ગ-નરક સુધીના મુદ્દાઓ પરત્વે વિચારો અને પ્રસંગો આલેખ્યા છે.” – પ્રવીણ કે. લહેરી,  પૂર્વ. ચીફ સેક્રેટરી, ગુજરાત

“વાચકને પુસ્તકના પાને-પાનેથી જીવન જીવવાની કળા શીખવા મળે તેવું પ્રેરક અને ઉદાહરણીય લેખન થયું છે. ભારતીય શાસ્ત્રો અને પુરાણોમાં ઉદાહરણો, ઋગ્વેદની ઋચા ‘आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः।’ જેવાં સૂત્રોનું બેન્જામિન ડિઝરાયલીના પ્રસંગ સાથેનું અનુસંધાન, કબીરની પંક્તિઓ, આલ્ફ્રેડ નોબલ, લિયો ટૉલ્સ્ટૉય, અકબર-બિરબલના પ્રસંગો વગેરે વાતો પુસ્તકને વધુ રોચક, પઠનીય અને મનનીય તો બનાવે જ છે; સાથે જ આપના વિશદ વ્યક્તિત્વનો પરિચય પણ કરાવે છે.” – પરિમલ નથવાણી, ડાયરેક્ટર, કૉર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.