YRKKHમાંથી રાતોરાત કપાયું મૃણાલ જૈનનું પત્તું

મુંબઈ, ટીવી પર લાંબા સમયથી ચાલી રહેલા પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં એક્ટર મૃણાલ જૈને ભારે આશા સાથે એન્ટ્રી મારી હતી. નાગાર્જુન- એક યોદ્ધામાં કામ કર્યાના આશરે પાંચ વર્ષ બાદ આ શો થકી તેણે કમબેક કર્યું હતું.
YRKKHમાં મૃણાલ જૈનની એન્ટ્રી થયાને માંડ હજી પાંચ જ વર્ષ થયા છે, ત્યાં તેનો ટ્રેક ખતમ કરી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃણાલે ગયા અઠવાડિયે તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો અને તે પરત ફરે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
શો સાથે સંકળાયેલા સૂત્રોએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘રજૂ કરાયેલા નવા પરિવાર પ્રત્યે દરેકને આશા હતી. જાે કે, જે પ્રકારની આશા હતી તેમ થયું નહીં. તેથી, મૃણાલના ટ્રેકને એકદમથી જ આટોપી લેવાયો. પોતાનો ટ્રેક ખતમ થઈ ગયો હોવાની વાતની મૃણાલ જૈને પુષ્ટિ કરી નથી, જાે કે તેણે કહ્યું હતું કે ‘હાલ ચાલી રહેલી સ્ટોરીલાઈનમાં મારા પાત્રનો વિકાસ થવાને કોઈ અવકાશ નથી.
તેથી હાલ પૂરતો તેને ઓપન-એન્ડેડ રાખ્યો છે. તેઓ ફરીથી પરત લાવી શકે છે પરંતુ ક્યારે તે હું કહી શકું નહીં. પોતાના પાત્રનો એકાએક અંત આવી જવો તે કોઈ પણ આર્ટિસ્ટ માટે નિરાશાજનક વાત હોય છે.
આ વાત સાથે સંમત થતાં મૃણાલ જૈને કહ્યું હતું કે ‘ખરેખર, આ નિરાશાજનક છે. પરંતુ તેમા કોઈનો વાંક નથી. ઘણીવાર, ઈચ્છિત પરિણામ આપતું નથી અને પાત્ર દર્શકો સાથે જાેડવામાં નિષ્ફળ જાય છે. તે નિયતિ છે કે, મારું પાત્ર અને ટ્રેક દર્શકો સાથે કનેક્ટ થઈ શક્યું નહીં. તેથી, ચેનલ અને મેકર્સે તેને હોલ્ડ પર મૂકવાનો ર્નિણય લીધો હોવો જાેઈએ. દર્શકો સામે કામ ન કરે તેવા ટ્રેકને ખેંચવાનો કોઈ અર્થ નથી. લાંબા સમયથી ચાલી રહેલા શોના મેકર્સે તેમણે બનાવેલા વારસાને ન્યાય આપવો પડે છે.
આર્ટિસ્ટ તરીકે હું મારી જાત પ્રત્યે પ્રામાણિક રહી શકું છું અને દર્શકોના ચૂકાદાને સ્વીકારી શકું છું. ટ્રેક ફરીથી ઓપન થયો તો શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કમબેક કરીશ તેમ પૂછતાં જવાબમાં મૃણાલ જૈને કહ્યું હતું કે, ‘મારી પાસે ઘણા કમિટમેન્ટ છે.
મારે ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ અને વેબ સીરિઝનું શૂટિંગ કરવાનું છે. આ સિવાય હું મ્યૂઝિક વીડિયો અને મારી ટેનિસ લીગ પર પણ ફોકસ કરી રહ્યો છે. આ સમયે, તે મુશ્કેલ લાગે છે. તેથી, જાે શોમાં મારી જરૂર પડી તો હું રાજન શાહી સરને મારા શિડ્યૂલ વિશે જણાવીશ. તેમની સાથે ફરીથી કામ કરવાનું મને ગમશે’.SS1MS