મહેન્દ્રસિંહ ધોનીએ બીગ બોય્સ ટોય્સની ઓનલાઈન હરાજીમાં લેન્ડ રોવર ખરીદી

નવીદિલ્હી, બિગ બૉય ટોયઝ દ્વારા આયોજિત એક હરાજીમાં ભાગ લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્ર્વકપ વિજેતા ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં જ પોતાના ગેરેજમાં એક વિન્ટેઝ લેન્ડ રોવર-3 એસયૂવી કારને સામેલ કરી છે. ગુરુગ્રામમાં બિગબૉય ટોયઝના શો-રૂમમાં ઓનલાઈન હરાજીમાં અનેક વિન્ટેઝ મોડેલ વેચાણ માટે ઉપલબ્ધ હતા. MS Dhoni Buys Vintage Land Rover In Big boys toyz Online Auction
મહેન્દ્રસિંહ ધોનીએ લેન્ડ રોવર-3ને પસંદ કરી અને અંતે આ માટેની બોલી પણ જીતી લીધી હતી. બીટલની હરાજી 1 રૂપિયાથી શરૂ થઈ અને 25 લાખ રૂપિયા સુધી જવા પામી હતી. આ હરાજીમાં ગ્રાહકો માટે નવા ગ્રુપની ભાગીદારી જોવાઈ હતી જે એ નહોતા જાણતા કે વિન્ટેજ કારને ક્યાંથી ખરીદવાની હોય છે.
After participating in an auction held by Big Boy Toyz last month, MS Dhoni recently added a vintage Land Rover 3 to his impressive garage. Premium pre-owned vehicle dealership, Big Boy Toyz recently began the online auction of vintage cars on its platform and one of the vintage cars, a 1971 Land Rover Series 3 Station Wagon, has found a home in Ranchi.
અને તેમાં સૌથી વધુ પહેલી વખત વિન્ટેજ કારના ખરીદાર હતા. હરાજીમાં અમુક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. ધોનીએ હરાજીમાં ભાગ લઈને પોતાના માટે એક લેન્ડ રોવર-3 ખરીદી હતી. ધોનીના પોતાના વ્યક્તિગત કલેક્શનમાં સૌથી પ્રભાવશાળી કાર અને બાઈક સામેલ છે.
તેના ગેરેજમાં મર્સિડીઝ બેન્ઝ જીએલઈ, ઔડી-ક્યુ-7 અને જીપ ગ્રાન્ડ ટ્રેકહૉક જેવી જબરદસ્ત ફોર-વ્હીલર છે તો કોન્ફેડરેટ હેલકૈટ એક્સ-32, યામાહા આરડી-350, હાર્લી ડેવિડસન ફેટબોય, બીએસએ ગોલ્ડસ્ટાર, કાવાસાકી નિન્ઝા સહિતના દમદાર બાઈક પણ સામેલ છે.
1970ના દશકા દરમિયાન બનેલી અને 1980ના દશકાના મધ્ય સુધી બનાવવામાં આવેલી લેન્ડ રોવર-3 કારમાં પ્રારંભે 2.25 લીટરનું એન્જીન આપવામાં આવ્યું હતું. તેને 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન બોક્સ સાથે રજૂ કરવામાં આવી હતી. જો કે ધોનીના ગેરેજમાં સામેલ થવા જઈ રહેલા આ મોડલમાં સચોટ સગવડ અંગેની જાણકારી સામે આવવા પામી નથી.