એમએસ ધોની ઇન્સ્ટાગ્રામ લાઇવમાં જાેવા મળ્યો અસહજ
નવી દિલ્હી, ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરીથી મેદાન પર જાેવા મળશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે તે ટી-૨૦ શ્રેણીમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માના નેૃતૃત્વમાં રમતો જાેવા મળશે.
આ પહેલા પંતે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર પોતાના સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યા છે. જેમાં થોડીક સેકન્ડો માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જાેવા મળે છે. ૪૧ વર્ષનો ધોની સોશિયલ મીડિયા પર ઘણો જ ઓછો એક્ટિવ રહે છે. તેની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા એકાઉન્ટથી તસવીર અને વીડિયો પોસ્ટ કરે છે. જેમાં તે જાેવા મળે છે.
ફક્ત આઈપીએલમાં રમતા ધોનીની એક ઝલક જાેવા મળે પ્રશસંકો પણ આતુર રહે છે. ગત મંગળવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો તો ધોની પણ થોડાક સમય માટે જાેવા મળ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમશે.
આ માટે ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ પહોંચી ગયા છે. શ્રેણી પહેલા પંત, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યુજવેન્દ્ર ચહલ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યા હતા. આ દરમિયાન સાક્ષી ધોની પણ જાેડાઇ હતી. તેણે હાય હેલ્લો પછી કેમેરો જેવો ધોની તરફ ફેરવ્યો તો ધોની અસહજ દેખાયો હતો. ધોનીએ હાય માટે હાથ હલાવ્યો હતો. આ દરમિયાન પંત હસતો હતો અને કહ્યું કે રાખો થોડીવાર કેમેરો તેના પર રાખો.
ધોનીએ હસીને કેમેરા પર હાથ રાખીને કેમેરો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પંતે કહ્યું કે, હા, ભૈયાએ વાળમાં કલર લગાવ્યો છે. આ લાઇવ સેશનની વીડિયો ક્લિપ ઘણી વાયરલ થઇ રહી છે. જ્યારે ચહલ આ લાઇવમાં આવે છે તો રોહિત સહિત અન્ય ખેલાડી પણ તેની મજાક ઉડાવે છે. રોહિત લાઇવ દરમિયાન ચહલને પૂછે છે કે બ્રેકફાસ્ટ માટે કેમ ના આવ્યો. ત્યારે પંત અને સૂર્યા હસવા લાગે છે.
રોહિત તેને કહે છે કે તારી આંખોમાં સોજાે કેમ છે. સૂર્યકુમાર અને ચહલ પણ એકબીજા સાથે વાત કરતા જાેવા મળે છે. ત્યારે પંત બતાવે છે કે આ લાઇવમાં કોઇને જાેડવા કે હટાવવા તેને આવડતું નથી.SS1MS