Western Times News

Gujarati News

MSME દેશમાં સૌથી સારું કામ ગુજરાતમાં કરે છેઃ પાટિલ

વડોદરા, વડોદરામાં વર્લ્ડ MSME દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર જિલ્લાની ૧૫ થી વધુ ઓદ્યોગિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલને MSME ઓદ્યોગિક સંસ્થાઓએ અગ્નિપથ યોજનાનું સમર્થન અને અગ્નિવીરોને નોકરી આપવાનું વચન આપતો બાહેધરી પત્ર આપ્યો, જે પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા ઉદ્યોગપતિઓએ માંગ કરી હતી.

સી આર પાટીલે કાર્યક્રમમાં વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વેબસાઈટનું પણ લોન્ચિંગ કર્યું. જેમાં અનેક ઓદ્યોગિક સંસ્થાઓ જાેડાઈ છે અને ૫ લાખથી પણ વધુ પ્રોડક્ટ રજીસ્ટર કરવામાં આવી છે.
સી.આર પાટીલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું પણ એક સમયે ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો, ૭ જેટલી કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર હતો પણ આજે નથી. વડોદરા શહેર જિલ્લાના MSME ઉદ્યોગો ૨ લાખ લોકોને નોકરી આપે છે, જેથી MSME દેશની કરોડરજ્જુ છે.

MSME દેશમાં સૌથી સારું કામ ગુજરાતમાં કરે છે. ઇન્ડસ્ટ્રીઝને તમામ સુવિધા સરકાર પૂરી પાડે છે. મોટી ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા MSME ઉદ્યોગો જરૂરી છે, દેશમાં ખેતી બાદ MSME સૌથી વધુ નોકરી આપે છે.આર પાટીલે અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા લોકોને પણ સી આર પાટીલે જવાબ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અગ્નિવીરો માટેની અગ્નિપથ યોજનાને લઈ કેટલાક લોકોએ વાતાવરણ બગાડવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો, તો યોજનાને લઈ દેશમાં કેટલાક પોલિટિકલ પાર્ટીના લોકો બેજવાબદાર પૂર્ણ વર્તન કરે છે તેવું પણ જણાવ્યું હતું.

સાથે દરેક ઘરમાં અગ્નિવીરો હશે તો દરેક ઘરમાં શિવાજી હશે તેવું પણ કહું છું. તેમણે ઉમેર્યું કે, ટ્રેઈન થયેલા થયેલા અગ્નિવીરો દેશ પર થતાં આક્રમણ વખતે એક મોટી તાકાત બની રહેશે. તેમજ અગ્નિપથ યોજના દેશની આંતરિક સુવિધા વધારવા માટેની યોજના છે.કાર્યક્રમમાં સી આર પાટીલે વિપક્ષ પર પ્રહારો પણ કર્યા જેમાં તેમણે જણાવ્યું કે, એક સમય હતો કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી, આજે ભૂસાઈ ગઈ.

આજે કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે. પ્રાદેશિક પક્ષ કૌટુંબિક પક્ષ બનીને રહી ગયા છે. શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી બધી જ કૌટુંબિક પાર્ટી છે. એનસીપીમાં શરદ પાવરની દીકરી આવી છે. સમાજવાદી પાર્ટી સહિત આવી કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.