બ્રિક-એન્ડ-મોર્ટારને વેબસાઇટ લોંચ કરવા એમસ્વાઇપ મદદ કરશે
મુંબઈ, ઓનલાઇન કોમર્સમાં ગ્રાહકોની માગમાં વધારો થવાની સાથે SMEs માટે ભારતના અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ એમસ્વાઇપએ લઘુ વ્યવસાયો અને પ્રોપ્રાઇટર્સને ગણતરીની મિનિટોમાં તેમની પોતાની વેબસાઇટ સાથે ઓનલાઇન લાઇવ થવા સક્ષમ બનાવવા ફ્રી-ટૂ-યુઝ બિઝનેસ વેબસાઇટ લોંચ કરી છે.
SMEs ગ્રાહકને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન મેળવવા સક્ષમ બનાવવા એમસ્વાઇપે પેબાયલિન્ક પણ લોંચ કરી છે, જેને ગ્રાહકો ડિજિટલ બિલ અને સંપૂર્ણ ખરીદી કરવા પસંદગીના માધ્યમ તરીકે SMS, વ્હોટ્સએપ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકશે.
એમસ્વાઇપના સ્થાપક અને સીઇઓ મનિષ પટેલે કહ્યું હતું કે, “જ્યારે લોકડાઉનથી SMEsની આવકને અસર થઈ છે, ત્યારે ગ્રાહકોએ ઓનલાઇન કોમર્સને અપનાવવાની સાથે ડિજિટલ અર્થતંત્રના ભાગરૂપે SMEs માટે વિવિધ તકો પણ ઊભી થઈ છે. એમસ્વાઇપ SMEsને ડિજિટલ માધ્યમને સરળતાપૂર્વક અપનાવવા સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરવામાં માને છે.
માઇક્રોસાઇટ અને પેબાયલિન્ક સાથે વેપારીઓ પ્રોડક્ટ/સર્વિસ ડિસકવરી, પસંદગી માટે તેમના ગ્રાહકો સાથે ઓનલાઇન જોડાઈ શકે છે તથા ડિજિટલ ચુકવણી સાથે લૂપને પૂર્ણ પણ કરી શકે છે. ચુકવણીની પદ્ધતિ પસંદ કરવા ડિજિટલ બિલ અને સુવિધા સાથે SMEsને અન્ય ઇકોમર્સ કંપનીઓની જેમ તેમના ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મદદરૂપ થશે.”
SME વેપારીઓ અને રિટેલર્સ તેમના દુકાનની વિગતો ભરીને એમસ્વાઇપ મર્ચન્ટ એપ પર તેમના હાલના એકાઉન્ટ દ્વારા તેમની પોતાની વેબસાઇટ બનાવી શકે છે. તેઓ ઝડપથી ફોટો અને સોશિયલ મીડિયા લિન્ક ઉમેરી શકે છે અને ઓનલાઇન લાઇવ થઈ શકે છે. પોતાના ઓનલાઇન સ્ટોર માટે વિઝિબિલિટી વધારવા SMEsને સપોર્ટ કરવા એમસ્વાઇપ તેમની માઇક્રોસાઇટ્સની સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (એસઇઓ)ને પણ સપોર્ટ કરશે.
અત્યારે એમસ્વાઇપના કુલ વ્યવહારોમાં લગભગ 25 ટકા હિસ્સો એનએફસી, ક્યુઆર સહિત કોન્ટેક્ટલેસ વિકલ્પો અને એની નવી લોંચ થયેલી સર્વિસ પેબાયલિન્ક દ્વારા થતા વ્યવહારોનો છે.
એમસ્વાઇપ રૂ. 499 પ્લસ જીએસટી પર SMEsને અલગ ઓફર સ્વરૂપે પેબાયલિન્ક પણ પ્રદાન કરે છે – જે એને વ્યાવસાયિક વ્યવહારો શરૂ કરવા ઉપલબ્ધ સૌથી વધુ વાજબી સોલ્યુશન પણ બનાવે છે. વેપારીઓ એમસ્વાઇપ મર્ચન્ટ એપ પર થોડા સરળ સ્ટેપમાં પેબાયલિન્ક એક્ટિવેટ કરી શકે છે.
એમસ્વાઇપ ભારતમાં SMEs માટે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જ ધરાવતી એકમાત્ર કંપની છે, જેમાં યુપીઆઈ ક્યુઆર, એનએફસી આધારિત ટેપ એન્ડ પે, પીઓએસ અને પેમેન્ટ લિન્ક સામેલ છે. 6.75 લાખ પીઓએસ અને 1.1 મિલિયન ક્યુઆર મર્ચન્ટ સાથે ભારતમાં સૌથી મોટી પીઓએસ એક્વાયર્ર એમસ્વાઇપ એના પ્રીપેઇડ મનીબેક કાર્ડ સાથે સૌથી વધુ ઝડપથી વિકસતી ઇશ્યૂઅર પણ છે.
એમસ્વાઇપે ઓગસ્ટની શરૂઆતમાં એમપીઓએસ, યુપીઆઈ ક્યુઆર અને મનીબેક કાર્ડના સમન્વય સ્વરૂપે બેંક બોક્ષ ગોની જાહેરાત કરી હતી, જે ઝીરો રેન્ટલ અને ઝીરો એમડીઆરના યુગની શરૂઆત હતી. કંપનીએ તાજેતરમાં બ્રિટન સ્થિત સુરક્ષિત પર્સનલ ઓથેન્ટિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડર માયપિનપેડ અને વિઝા સાથે પાર્ટનરશિપ પણ કરી છે, જે ભારતમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સને વેગ આપશે.