સાયરસ મિસ્ત્રીના દાદાને કારણે બની હતી મુગલ-એ-આઝમ

ફિલ્મ પાછળ પાણીની જેમ વહાવ્યા હતા રૂપિયા
મુગલ-એ-આઝમ સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બનાવવામાં આવી હતી
મુંબઈ,રવિવારે રોડ એક્સિડન્ટમાં દેશના ધનિક પરિવારમાંથી આવતાં દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું દુઃખદ અવસાન થયું હતું. રવિવાર, ૪ સપ્ટેમ્બરે અમદાવાદથી મુંબઈ આવતી વખતે પાલઘર નજીક તેમની મર્સિડિઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
તેમાં પાછળ બેઠેલા બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાંથી એક સાયરસ મિસ્ત્રી હતા. દેશના જાણીતા બિઝનેસમેનમાં સ્થાન પામનારા સાયરસ મિસ્ત્રીના દાદા શાપૂરજી પાલોનજીનું ફિલ્મી દુનિયા સાથે કનેક્શન રહ્યું છે. અહીં જણાવીશું કે, અબજાેપતિ શાપૂરજી પાલોનજી કોણ હતા અને બોલિવુડ સાથે તેમનો કેવો સંબંધ હતો.
સાયરસ મિસ્ત્રીના દાદાની શાપૂરજી પાલોનજી મિસ્ત્રીની ગણતરી દુનિયાના અબજાેપતિઓમાં થતી હતી. તેમનો બોલિવુડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. શાપૂરજીનું બોલિવુડની સૌથી શાનદાર ફિલ્મો પૈકીની એક ‘મુગલ-એ-આઝમ’ સાથે ખાસ કનેક્શન છે.
લગભગ ૬૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, મધુબાલા અને દીલિપકુમાર લીડ રોલમાં હતા. આ ફિલ્મના નિર્માણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ થયા હતા. ફિલ્મની સુંદરતામાં વધારો કરનારા સેટ અને શાનદાર લોકેશન પાછળ પણ કરોડો ખર્ચાયા હતા.
આ ફિલ્મને પૂરી થવામાં ૧૪ વર્ષ લાગ્યા હતા એટલે કેટલો ખર્ચ થયો હશે તેનું અનુમાન બાંધી શકો છો. કહેવાય છે કે, ‘મુગલ-એ-આઝમ’ના ગીત ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ની શૂટિંગમાં જ લગભગ ૧૫ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. ગીત માટે લાહોરના શીશ મહેલનો સેટ બનાવામાં આવ્યો હતો, જેના નિર્માણમાં આશરે બે વર્ષ લાગ્યા હતા. ચર્ચા તો એવી પણ છે કે ઘણીવાર ડાયરેક્ટરને સેટ યોગ્ય ના લાગે તો તોડી પણ નાખવામાં આવ્યો હતો.
એ વખતે સાયરસ મિસ્ત્રીના દાદાએ ફિલ્મ માટે દોઢ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને પાણીની જેમ રૂપિયા વહાવ્યા હતા. એ સમયે જે રૂપિયા ખર્ચ્યા તેની આજના સમયમાં વેલ્યૂ ખૂબ વધી જાય છે. ભવ્ય સેટથી માંડીને બોલિવુડના મોંઘા સ્ટારને કાસ્ટ કરવામાં આવ્યા હતા. શાપૂરજીએ આ ફિલ્મ બનાવવામાં કોઈ કસર નહોતી રાખી. શાપૂરજીને વિશ્વાસ હતો કે આ ફિલ્મ બોક્સઓફિસ પર કમાલ કરશે અને એવું થયું પણ. આ ફિલ્મે માત્ર ભારતમાં જ ૧૧ કરોડ રૂપિયા કમાયા હતા.ss1