મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા
નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પછાડી દીધા હતા, પરંતુ ફરી એકવાર મુકેશ અંબાણીએ આ સ્થાન પર કબજાે જમાવ્યો છે.
ભારતના મુકેશ અંબાણીએ ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ ૨૦૨૩માં ૯મું સ્થાન મેળવ્યું છે અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ૬૫ વર્ષીય મુકેશ અંબાણી $૮૩.૪ બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની ફોર્બ્સ બિલિયોનરની યાદીમાં ૯મા સ્થાને આવી ગયા છે. આ રીતે તેણે ફરી એકવાર ટોપ ૧૦માં પોતાની જગ્યા બનાવી લીધી છે.
LVMHના બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં પ્રથમ સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ $૨૧૧ બિલિયન છે. ગયા વર્ષે, મુકેશ અંબાણી ફોર્બ્સની આ પ્રખ્યાત અબજાેપતિઓની યાદીમાં ૧૦મા સ્થાને હતા અને તેમની કુલ સંપત્તિ ૯૦.૭ બિલિયન ડોલર હતી. મુકેશ અંબાણી હાલમાં આ વર્ષની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ છે.
આટલું જ નહીં ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલ પણ આગળ છે. અદાણીના અમીરોની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે અને તેઓ ફોર્બ્સની અબજાેપતિઓની યાદીમાં ૨૪મા સ્થાને આવી ગયા છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી જૂથની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે ફોર્બ્સની અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ૨૪માં સ્થાને સરકી ગયા છે.
૨૪ જાન્યુઆરીના રોજ, ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક હતા અને તેમની કુલ સંપત્તિ ઇં૧૨૬ બિલિયન હતી. તે જ દિવસે એટલે કે ૨૪ માર્ચે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ તેનો રિપોર્ટ બહાર આવ્યો અને ત્યારથી અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો શરૂ થયો.
ફોર્બ્સની યાદી અનુસાર, વિશ્વના ૨૫ સૌથી ધનિક લોકોની સંયુક્ત નેટવર્થ ઇં૨.૧ ટ્રિલિયન છે, જે ૨૦૨૨માં $૨.૩ ટ્રિલિયન હતી. એટલે કે આ વર્ષે વિશ્વના ૨૫ સૌથી અમીર લોકોની કુલ નેટવર્થમાં ઇં૨૦૦ બિલિયનનો ઘટાડો થયો છે.
જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે કારણ કે એમેઝોનના શેરમાં ૩૮%નો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બેઝોસની કુલ સંપત્તિમાં ઇં૫૭ બિલિયનનો ઘટાડો થયો. ૨૦૨૨માં તે અમીરોની યાદીમાં વિશ્વમાં બીજા ક્રમે હતો અને આ વર્ષે તે ૩મા નંબરે પહોંચી ગયા છે.SS1MS