ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણી નાના-નાની બન્યાં
(એજન્સી)મુંબઈ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીના ઘરે અત્યારે ખુશીનો માહોલ છે. દાદા-દાદી બન્યા પછી હવે મુકેશ અને નીતા અંબાણી નાના-નાની બની ગયા છે. મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી મમ્મી બની છે.
ઈશા અંબાણીએ ટિ્વન્સને જન્મ આપ્યો છે. ઈશા અંબાણી અને પતિ આનંદ પિરામલ દીકરા અને દીકરીના પેરેન્ટ્સ બની ગયા છે. અંબાણી અને પિરામલ પરિવાર તરફથી મીડિયામાં એક નિવેદન બહાર પાડીને આ અંગેની માહિતી આપવામાં આવી છે.
સાથે જ બંને બાળકોના નામનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ઈશા અંબાણીએ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ટિ્વન્સને જન્મ આપ્યો છે. ઈશાની દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડવામાં આવ્યું છે. બંને પરિવારો તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમને જણાવતાં આનંદ થાય છે કે, ઈશ્વરની કૃપાથી અમારા બાળકો ઈશા અને આનંદને ત્યાં ટિ્વન્સનો જન્મ થયો છે.