મુકેશ અંબાણીએ હોસ્પિટલમાં દીપિકા પાદુકોણની મુલાકાત લીધી
મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રવિવારે એક દિકરીના માતા-પિતા બન્યા છે. રણવીર સિંહને પોતાને એક દીપિકા જેવી દિકરી હોય તેવી ઇચ્છા હતી તે પુરી થઈ છે, તેથી તે બંને હાલ આ ખુશીના માહોલમાં છે. દીપિકાએ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો હતો, જે મુકેશ અને નીતા અંબાણીની હોસ્પિટલ છે.
રણવીર અને દીપિકાને અંબાણી પરિવાર સાથે કેટલો ઘનિષ્ઠ નાતો છે તે તો બધાં અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જોયું છે. બધા જ પ્રસંગોમાં રણવીર હાજર રહીને સ્ટેજ પર નાચતો પણ જોવા મળ્યો હતો અને પ્રેગનન્સીની સ્થિતિમાં પણ દીપિકાએ બધા પ્રસંગોમાં હાજરી આપી હતી. ત્યારે હવે મુકેશ અંબાણીએ દવાખાનામાં રણવીર અને દીપિકાની મુલાકાત લીધી હતી.
ભારે સુરક્ષાના કાફલા સાથે મુકેશ અંબાણીની ગાડી હોસ્પિટલ પહોંચેલી જોવા મળી હતી. સોમવારે રણવીરની બહેન રિતિકા ભાવનાની પણ કપલને હોસ્પિટલમાં મળવા પહોંચી હતી. દીપિકા અને રણવીરે દિકરાના જન્મ અંગે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાણ કરી હતી, જોકે, હજુ તેમણે પોતાની દિકરીનું નામ જાહેર કર્યું નથી.
તેમજ હજુ દીપિકા કેટલાંક દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે તેવા પણ અહેવાલો છે. રણવીરે પણ કામમાંથી હમણા પેટરનિટી બ્રેક લીધો છે.
દીપિકા અને રણવીર બંને હવે દીવાળી પર રિલીઝ થનારી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે. જેમાં તેમની સાથે અજય દેવગન, અક્ષય કુમાર, અર્જુન કપૂર, કરીના કપૂર ખાન અને ટાઇગર શ્રોફ પણ છે. રણવીર આ બ્રેક બાદ ‘ડોન૩’નું કામ શરૂ કરશે આ ઉપરાંત તે આદિત્ય ધરની આગામી ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ સાથે કામ કરી રહ્યો છે.SS1MS