ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી
નવી દિલ્હી, ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની ્૨૦ શ્રેણીની છેલ્લી મેચમાં છ રને હરાવ્યું હતું. એક સમયે હાર દેખાતી હતી એ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહની બોલિંગના સહારે ૯ ઓવર રન બચાવીને જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી ૪-૧થી જીતી લીધી છે. ભારતે વિશાખાપટ્ટનમમાં બે વિકેટ અને તિરુવનંતપુરમમાં ૪૪ રનથી જીત મેળવી હતી.
ત્યાર પછીની મેચમાં ગુવાહાટીમાં તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે જીત મેળવી હતી. જાે કે ત્યાર પછી ફરીથી ભારતે પુનરાગમન કર્યું હતું અને છેલ્લી બે મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે રાયપુરમાં ઓસ્ટ્રેલિયાને ૨૦ રને અને હવે બેંગ્લોરમાં છ રને હરાવ્યું હતું. ટી૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૯મી વખત હરાવ્યું છે. એક ટીમ સામે ભારતની આ સંયુક્ત સૌથી મોટી જીત છે.
ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટી૨૦માં પણ ૧૯-૧૯થી જીત મેળવી ચૂકી છે. એટલે કે હવે જાે ઓસ્ટ્રેલિયા ભારત સામે એક ટી-૨૦ હારે તો ભારત સામે સૌથી વધુ ટી-૨૦ મેચ હારનાર ટીમ બની જશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો. બોલરોએ પોતાનો ર્નિણય સાચો સાબિત કર્યો અને યજમાન ટીમને શરૂઆતમાં આંચકા આપ્યા હતા.
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં તેને બે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. બંને ઓપનર યશસ્વી જયસ્વાલ (૨૧) અને ઋતુરાજ ગાયકવાડ (૧૦) પેવેલિયન પરત ફર્યા હતા. સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે યશસ્વી જેસન બેહરનડોર્ફના બોલ પર એલિસના હાથે કેચ આઉટ થયો હતો. ટીમે ૩૩ રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી આ શ્રેણીમાં સદી ફટકારનાર ઋતુરાજ પણ બેન ડોર્સિસના બોલ પર બેહરનડોર્ફના હાથે કેચ આઉટ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ સારી શરૂઆત બાદ એક સમયે મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી. ભારતે ૩૩ રનમાં બે વિકેટ ગુમાવી દીધી. ત્યાર પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પેવેલિયન પરત ફર્યો હતો. છેલ્લી મેચમાં પણ તે માત્ર એક રન જ બનાવી શક્યો હતો.
દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસને જાેતા તેનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ૪૬ રન પર ત્રીજી વિકેટ પડતા ભારતે ૧૩ રનના ગાળામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રિંકુ ૬.૫ ઓવર પછી મેદાન પર આવ્યો હતો. પોતાની આક્રમક બેટિંગથી હેડલાઇન્સ બનાવનાર અલીગઢના રિંકુ સિંહ (૦૬)ને આ મેચમાં મોટી ઇનિંગ્સ રમવાની તક મળી હતી, પરંતુ સ્પિનર તનવીર સંઘાએ તેની ધીરજની કસોટી કરી અને તેને પોતાની સ્પિનમાં ફસાવી દીધો હતો.SS1MS