ફરી એકવખત અંડરવર્લ્ડનું સુરત કનેક્શન નીકળ્યું: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં
મુંબઇ ક્રાઇમ બ્રાંચ શકીલ ગેંગના ૪ ગુંડાને ઉઠાવી ગઈ-છોટા શકીલ નામે રૂપિયા ૫૦ લાખની ખંડણીના મામલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ધામા નાંખ્યા હતા
સુરત, ફરી એકવખત અંડરવર્લ્ડનું સુરત કનેક્શન નીકળ્યું છે. છોટા શકીલ નામે રૂપિયા ૫૦ લાખની ખંડણીના મામલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ધામા નાંખ્યા હતા. રાંદેર ગોરાટ રોડ પરથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે બેની અટકાયત કરી છે. આ સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શકીલ ગેંગના ચાર શખ્સોને પક્યા હતા.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અસલમ નાવીવાલા, ઇલ્યાસ કાપડિયા અને મિર્ઝા આરીફ બેગની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મુંબઈના વેપારી પાસેથી ધંધાર્થે લીધેલા ૧૩ કરોડ આપવાના બદલે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ પાસે ધમકી અપાવી ૫૦ લાખની ખંડણી માંગવાના કેસની તપાસ મુંબઈ પોલીસે હાથ ધરી હતી. જેમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાંથી છોટા શકિલના કહેવાતા ૩ ગેંગસ્ટરને ઉઠાવી ગઇ છે.
આ ઘટનામાં મુંબઇના ઉદ્યોગપતિ પાસેથી ૧૩ કરોડ ઉછીના લીધા પછી તે પરત નહીં આપીને તેને છોટા શકીલ ગેંગની ધમકીઓ આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેણા કારણે મુંબઈ ક્રાઈમ બ્રાંચે અસલમ નાવીવાલા (ઉં.વ.૬૩), ઇલ્યાસ કાપડિયા (ઉં.વ.૪૨), મીરઝા આરિફ બેગ (ઉં.વ.૫૨)ની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના અડાજણ પાટિયાના વતની અને હાલ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ પરિવાર સાથે રહે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે સુરતના અસ્લમ નવીવાલાએ ૧૩ કરોડ રૂપિયા લીધા હતા. તેમણે પછી બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ તેણે પૈસા પરત આપ્યા ન હતા.
તેના પછી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નામે ઇન્ટરનેશનલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. જેમાં સુરતમાં ધંધો કરવો હોય તો ૫૦ લાખની ખંડણી આપવી પડશે, તેવા ફોન ઉદ્યોગપતિને આવ્યો હતો. તેના લીધે ટેક્સ્ટાઇલનો કારોબાર કરતા ઉદ્યોગપતિ ગભરાઈ ગયા હતા અને મુબંઈ ક્રાઇમ બ્રાન્ચમાં અસલમ સામે ફરિયાદ નોંધાવી હતી.
તેના પછી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંગળવારે સુરત ખાતે પહોંચી હતી. દરમિયાન સુરતમાં ફરીથી છોટા શકિલ અને દાઉદ ગેંગના કનેક્શન નીકળતાં આ શહેરમાં હાલમાં પ્રવર્તતી શાંતિને ગમે ત્યારે પલીતો ચંપાવાની શક્યતા છે. ઇલ્યાસ કાપડિયાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ભલે ઉઠાવી ગઇ છે.
પરંતુ કમિશનર અજય તોમરે આ આરોપીને ગુજસીકોકમાં નાંખ્યો હતો. તેમાં તેના ચાર મહિના પછી હાલમાં જામીન થયાં હતાં. આ ઉપરાંત ગુજસી કોકની ફરિયાદ મીરઝા આરિફ બેગ અને અસલમ નાવીવાલા પર છે. આ લોકો પર પણ ગુજસીકોક દાખલ કરવાની તૈયારી થઇ રહી હોવાની વિગત જાણવા મળી છે. આ તમામ આરોપીઓ હીસ્ટ્રીશીટર હોવાની વિગત જાણવા મળી છે.