મુંબઈના ગોરાઈ બીચ પર ૭ ટુકડાઓમાં મૃતદેહ મળી આવ્યો
(એજન્સી)મુંબઇ, મુંબઈના ગોરાઈ બીચ પર એક સડી ગયેલા મૃતદેહના ૭ ટુકડા મળી આવ્યા છે, જેનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને આ વ્યક્તિની લાશ પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવી હતી.
મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રિકવર કરાયેલા મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ નથી.
મુંબઈની ગોરાઈ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરાઈ પોલીસે મુંબઈના બાબરપાડા વિસ્તારમાં સ્થિત શેફાલી ગામમાંથી મૃતદેહ મેળવ્યો છે અને હાલમાં ફોરેન્સિક ટીમ કેસની તપાસ કરી રહી છે. જ્યાંથી મૃતદેહ મળ્યો તેની આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.